Home »News »Bollywood Buzz» Singer And Musician Adnan Sami Bless With Baby Boy

દીકરીનો પિતા બન્યો અદનાન સામી, ટ્વિટર પર ફેન્સને આપી ખુશખબર

divyabhaskar.com | May 10, 2017, 10:55 AM IST

  • અદનાનની પત્ની રોયાએ બેબી ગર્લને જન્મ આપ્યો છે
મુંબઇઃ મૂળ પાકિસ્તાની અને બોલિવૂડ સિંગર અદનાન પાપા બન્યો છે. ટ્વિટર પર  અદનાન સામીએ ફેન્સ સાથે આ ખુશખબર શૅર કરી હતી. અદનાનની પત્ની રોયાએ દીકરીને જન્મ આપ્યો છે. અદનાનની પત્ની તેમજ દીકરી બન્નેની તબીયત સારી છે. નોંધનીય છે કે અદનાને વર્ષ 2010માં રોયા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા.
 
મેદિના રાખ્યું નામ
-અદનાન સામી અને રોયાનું  આ પહેલું સંતાન છે. તેમણે દીકરીનું નામ મેદિના રાખ્યું છે.
-એક લિડીંગ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં અદનાન સામીએ જણાવ્યું હતું કે, "માતા અને બાળક બન્નેની તબીયત સારી છે. મેદિના અમારી જિંદગીમાં આવેલી એક ખુશીની પળ છે. રોયા અને હું હંમેશાથી એક દીકરી ઇચ્છતા હતાં. તે મારી લકી ચાર્મ છે. મને તેના દ્વારા મારા મ્યૂઝિક માટે નવી પ્રેરણા મળી છે. હવે આ બન્ને જ મારી દુનિયા છે."
-નોંધનીય છે કે તાજેતરમાં જ અદનાન સામીને બ્રિટિશ પાર્લામેન્ટ તરફથી 'આઉટસ્ટેન્ડિંગ અચિવમેન્ટ ઇન મ્યૂઝિક' માટે એશિયન એવોર્ડથી સન્માનિત કરાયો હતો.
 
કોમ્લિકેટેડ રહી છે પર્સનલ લાઇફ
અદનાનને જિંદગીમાં ખૂબ ફેમ અને નામ મળ્યું છે. તેને નથી મળ્યું તો એવું કોઇ જેને તે પોતાનું કહી શકે. ફિલ્મ્સ માટે રોમાન્ટિક ગીત લખનાર અદનાનની પર્સનલ લાઇફ ખૂબ કોમ્પ્લિકેટેડ રહી છે. તેણે 4 લગ્ન કર્યા છે. જેમાંથી ત્રણ લગ્ન 5 વર્ષ પણ ચાલ્યું નથી. આશ્ચર્યની વાત તો એ છે કે એક જ વ્યક્તિ સાથે તેણે બે વાર લગ્ન કર્યા છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ અન્ય Photos.....
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Singer and musician Adnan sami bless with baby boy
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended