Home »Bhuj» Mandir Case

મંદિર પ્રકરણમાં ખોટા કેસ થાય તેવો મિસ્ત્રી સમાજને ભય

Bhaskar News, Bhuj | Feb 06, 2010, 04:17 AM IST

માધાપરના બાવાજી શખ્સે મંદિરનો કબજો સમાજને ન આપ્યો



માધાપર પોલીસ ચોકી પાસે જ આવેલા કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના બારલા મંદિરની જગ્યા માટે તા.ચોથી જાન્યુઆરીએ સમાજના આગેવાન અને ધીરજગર રણછોડગર ગુંસાઇ વરચે ઘર્ષણ થયું હતું. આ અંગે ગુનાહિત ઇતિહાસ ધરાવનાર બાવાજી શખ્સ આગેવાનો સામે કોઇ ખોટી ફરિયાદ ન કરે તે માટે સમાજે કલેક્ટર અને એસ.પી.ને આવેદન પત્ર પાઠવ્યું હતું.



કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપરના પ્રમુખ વિનોદભાઇ સોલંકી તથા આગેવાનો અને મહિલા મોરચોએ શુક્રવારે સવારે જિલ્લા કલેક્ટર એમ.થેન્નારસન તથા કચ્છના પોલીસ અધિક્ષક વાબાંગ જામીરને એક આવેદનપત્ર આપ્યું હતું. જેમાં માધાપર ખાતે આવેલા મિસ્ત્રી સમાજના બારલા મંદિર પર કબજો બનાવીને બેઠેલા ધીરજગર રણછોડગર ગુસાઇ સામે કડક પગલાં લેવાની માગણી કરાઇ છે. સાથે સાથે સમાજના આગેવાનો સામે આ શખ્સ ખોટી ફરિયાદો કરે તો ઘ્યાને નહીં લેવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.



(Bhuj Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mandir case
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended