Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

પ્રીતિને જન્મદિવસની શુભકામના...

Source: Divyabhaskar.com   |   Last Updated 10:57 AM (31/01/2011)
 
 
 
 
 

પ્રીતિ ઝિન્ટાનો જન્મ રાજપૂત પરિવારમાં 1975માં 31 જાન્યુઆરીના રોજ હિમાચલ પ્રદેશના સિમલામાં થયો હતો. પ્રીતિના પિતા ઈન્ડિયન આર્મી હતી. પ્રીતિ જ્યારે 13 વર્ષની હતી ત્યારે તેના પિતા એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. પ્રીતિને બે ભાઈઓ છે. દિપાનંકર અને મનીષ છે. દિપાનંકર ઈન્ડિયન આર્મીમાં ઓફિસર છે, જ્યારે મનીષ કેલિફોર્નિયામાં રહે છે. પ્રીતિએ પોતાનું ગેજ્યુએશન ક્રિમીનલ સાયકોલોજીમાં કર્યુ છે. પ્રીતિના પિતાએ તેનો ઉછેર ટોમ બોય તરીકે જ કર્યો હતો. સ્કૂલમાં પ્રીતિને બાસ્કેટબોલની રમત ગમતી હતી.


પ્રીતિએ પોતાની કરિયર જાહેરાતથી કરી હતી. પ્રીતિએ લિરીલ નામના સાબુની જાહેરાત કરી હતી અને તેને કારણે તે લીરિલ ગર્લ તરીકે જાણીતી બની હતી. ત્યારબાદ પ્રીતિએ 1998માં મણિરત્નમની ફિલ્મ દિલ સેમાં કામ કર્યુ હતું. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન હતો. આ જ વર્ષે પ્રીતિએ ફિલ્મ સોલ્જર કરી હતી. જેમાં તેની સાથે બોબી દેઓલ હતો.


ત્યારબાદ પ્રીતિએ કેટલીક તેલુગુ ફિલ્મમાં કામ કર્યુ હતું. પ્રીતિ ફિલ્મ ક્યા કહેનાને કારણે લોકોમાં જાણીતી બની હતી. આ ફિલ્મમાં પ્રીતિએ કુંવારી માતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં પ્રીતિનો અભિનય લાજવાબ હતો અને ત્યારથી પ્રીતિએ પોતાની એક અલગ ઓળખ બનાવી હતી.


ત્યારબાદ પ્રીતિએ અનેક હિન્દી, પંજાબી, તેલુગુ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. પ્રીતિએ અનેક ફિલ્મો હિટ આપી છે. પ્રીતિની ફિલ્મ હર દિલ જો પ્યાર કરેગા, દિલ ચાહતા હૈં, કલ હો ના હો, કભી અલવિદા ના કહેના, મિશન કશ્મીર, ફર્ઝ, ચોરી ચોરી ચૂપકે ચૂપકે, યે રાસ્તે હૈં પ્યાર કે, દિલ હૈં તુમ્હારા, ધ હિરો, અરમાન, કોઈ મિલ ગયા, લક્ષ્ય, દિલ ને જિસે અપના કહાં, વીરઝરા, ખુલ્લમ ખુલ્લા પ્યાર કરે, સલામ નમસ્તે, અલગ, ક્રિશ, જાનેમન, ઝૂમ બરાબર ઝૂમ, ધ લાસ્ટ યર, વિદેશ, હેવન ઓન ધ અર્થ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. વીર ઝરા અને કલ હો ના હોમાં પ્રીતિના અભિનયના વખાણ કરવામાં આવ્યા છે. ફિલ્મો સિવાય પ્રીતિ ઝિન્ટા બીબીસી ન્યૂઝ ઓનલાઈન સાઉથ એશિયામાં નિયમિત રીતે કોલમ લખે છે. આ સિવાય તે સ્ટેજ પણ પર પર્ફોમન્સ આપતી હોય છએ. પંજાબ કિંગ્સ ઈલેવનમાં તેની ભાગીદારી છે.


પ્રીતિ પોતાના વિચારો અને મંતવ્યો માટે જાણીતી છે. તે જે માને છે, તે સ્પષ્ટ રીતે જાહેરમાં રજૂ કીર દે છે. આ જ કારણથી પ્રીતિને ગોડફ્રે ફિલિપ્સ નેશનલ બ્રેવરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.


પ્રીતિના સંબંધો નેસ વાડિયા સાથે હતા પરંતુ તેઓની વચ્ચે કેટલીક બાબતોએ મતભેદ થતા તેઓના ચાર વર્ષના સંબંધનો અંત આવ્યો હતો. હાલમાં તો પ્રીતિ એકલી જ છે અને પોતાની કરિયર અને આઈપીએલ ટીમ પર ધ્યાન આપી રહી છે.


પ્રીતિને તેના જન્મદિવસ પર હાર્દિક શુભકામના....


પ્રીતિનું બાળપણ તસવીરોમાં...
આ કારણેથી તૂટ્યા નેસ-પ્રીતિના સંબંધો...!
આખરે, કોને પસંદ નથી અભિ-એશની નિકટતા?
શાહિદ પ્રિયંકાના પ્રેમમાં પાગલ...!
2000 મહિલાઓ સાથે સેક્સ માણ્યું પણ હવે....!
‘સેક્સ ટેપ લીક થતાં ભાંગી પડી હતી’
‘અભિનેતાની સાથે સવાર મીઠી અને રાત ગંદી હતી’
કંઈક આ રીતે સ્તન પ્રદર્શન કરે છે આ હસીનાઓ...
રણબિરના ખભા પર માથુ મૂકીને રડી રહી છે કેટરિના!
ફિલ્મફેર એવોર્ડમાં છવાયા સલમાન, શાહરૂખ
અભિનેતાએ જાહેરમાં જ યુવતીને ચુંબનો ચોડ્યા!


 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 1

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.