શાહરૂખ ખાન અને કાજોલ પહેલા ભારતીય સ્ટાર્સ હતા કે જેઓએ અમેરિકામાં નાસ્ડેકનો બેલ વગાડ્યો હતો. હવે પ્રીતિએ પણ ન્યૂયોર્કમાં ટાઈમ્સ સ્કેવર ખાતે 17 ઓગસ્ટના રોજ નાસ્ડેકનો બેલ વગાડ્યો હતો.
આ અંગે પ્રીતિએ કહ્યું હતું કે, નાસ્ડેકે તેને આ અંગે આમંત્રણ આપ્યું હતું. પ્રીતિએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, ભવિષ્યમાં તેની કંપનીનું નામ નાસ્ડેકમાં હોય.
બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિયેશનની સભ્ય છે અને તેથી તે નાસ્ડેકની માર્કેટ સાઈટ જોવા માટે આવી હતી અને તેને નાસ્ડેકનો બેલ વગાડ્યો હતો.