ભારતીય મૂળની બ્રિટિશ અભિનેત્રી આર્ચી પંજાબીએ પ્રથમવાર એમી એવોર્ડ મેળવ્યો છે. ‘ધ ગુડ વાઇફ’ ફિલ્મમાં કાલિન્દા શર્મા નામનું બાયસેક્સ્યૂઅલ પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર પાત્ર ભજવવા બદલ આર્ચી પંજાબીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પારિતોષિક એનાયત કરવામાં આવ્યો છે.
અહીં યોજાયેલા ૬૨મા એમી એવોર્ડ સમારંભમાં પારિતોષિકનો સ્વીકાર કરતી વખતે ૩૮ વર્ષની અભિનેત્રીએ આ એવોર્ડને સ્વપ્ન સાચું થયાની ઘટના સાથે સરખાવ્યો હતો.
પંજાબીએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડમાં મેં બિઝનેસ શરૂ કર્યો ત્યારે નોકરી મેળવવી એ જ એક સ્વપ્ન હતું અને એમી એવોર્ડ મેળવવો એ મેં જોયેલાં અનેક સ્વપ્નોથી પણ વધુ સિદ્ધિ છે. ‘ધ ગુડ વાઇફ’ ફિલ્મમાં કામ કરવું એ સ્વપ્ન સાચું થયા સમાન છે.
આર્ચી પંજાબીએ, બેસ્ટ સ્પોટિ•ગ એક્ટ્રેસનો એવોર્ડ જીતવા માટે મેનમેડ ફિલ્મની ક્રિસ્ટિના હેન્ડિ્રકસ, ડેમેજીસફિલ્મની એલિઝાબેથ મોસ અને બર્ન નોટિસ ફિલ્મની શેરોન જાઇલ્સને મહાત કરી હતી.
વેસ્ટ લંડનમાં શીખ માતા-પિતાના ઘરે જન્મેલી આર્ચીએ, ઓમપુરી અભિનીત ફિલ્મ ‘ઇસ્ટ ઇઝ ઇસ્ટ’થી પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો. આર્ચીએ બ્રિટિશ અભિનેતા રાજ નિથિપાંડી સાથે લગ્ન કર્યા છે. ‘એ માઇટી હાર્ટ’ ફિલ્મમાં એન્જેલા જોલી સાથે પણ આર્ચીએ અભિનય આપ્યો છે.