આમિર ખાન બોલિવૂડમાં મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે જાણીતો છે. આમિર ખાનના ત્યાં પહેલી ડિસેમ્બરના રોજ પુત્ર રત્નનો જન્મ થયો છે. આમિર-કિરણે આઈવીએફની મદદથી પુત્રને જન્મ આપ્યો છે.
આમિર હાલમાં રીમા કાગતીની ફિલ્મ 'તલાશ'નું શૂટિંગ કરી રહ્યો છે. આ સિવાય આમિર યશરાજ બેનરની ફિલ્મ 'ધૂમ 3'માં પણ કામ કરવાનો છે.
આમિરે પોતાના પ્રથમ પત્ની રીનાથી છૂટાછેડા લઈને કિરણ રાવ સાથે લગ્ન કર્યા છે.