Home » News » Bollywood Buzz » Yash Chopra Immortaliz​Ed At The UTV STARS Walk Of The Stars

શત્રુધ્ન સિંહાની લપસી જીભ, રાની આંખોમાં ધસી આવ્યું પાણી!

divyabhaskar.com | Feb 12, 2013, 13:10PM IST

જાણીતા અભિનેતા શત્રુધ્ન સિંહા હાલમાં જ સ્વર્ગીય ફિલ્મ ડિરેક્ટર યશ ચોપરાના સ્ટેચ્યૂના અનાવરણ પર આયોજિત એક ઈવેન્ટમાં ગયા હતાં.



મુંબઈમાં યોજાયેલ આ ઈવેન્ટમાં શત્રુધ્ન સિંહા સિવાય અનેક જાણીતી હસ્તીઓ હાજર હતી. જોકે, શત્રુધ્ને બોલવામાં એક ભૂલ કરી નાખી અને તેને કારણે રાની મુખર્જી ચૂપ જ થઈ ગઈ હતી.



શત્રુધ્ન સિંહાએ પોતાની સ્પીચમાં રાનીને રાની મુખર્જી નહીં પણ રાની ચોપરા કહીને સંબોધિત કરી હતી.



શત્રુધ્ન સિંહાએ કહ્યુ હતુ કે યશ ચોપરા, પામેલા ચોપરા, ઉદયા અને રાની...પત્ની કહે છે કે તે આદિત્ય ચોપરાનુ નામ લેવાનું ભૂલી જાય છે. હવે જયારે રાની ચોપરાનું નામ લઈ જ લીધું છે, તો સ્પષ્ટ વાત છે કે આદિત્ય ચોપરાનું નામ પણ...આ વાત સાંભળીને ત્યાં હાજર રહેલા તમામ લોકો ચોંકી ગયા હતાં.



ઉલ્લેખનીય છે કે આદિત્ય અને રાની વચ્ચે છેલ્લાં કેટલાંય સમયથી અફેયર ચાલી રહ્યું છે પણ તેમણે ક્યારેય પોતાના સંબંધોને લઈને ખુલાસો કર્યો નથી.



યશ ચોપરાના સ્ટેચ્યૂના અનાવરણના પ્રસંગે ચોપરા પરિવાર સિવાય પરિણીતિ ચોપરા, પૂનમ ધિલ્લોન, પ્રેમ ચોપરા, વૈભવી મર્ચન્ટ સહિત અને સ્ટાર્સ હાજર રહ્યાં હતાં.



તસવીરોમાં ઈવેન્ટ.........

Email Print
0
Comment