મકાઉના એવોર્ડ ફંક્શન દરમિયાન શાહિદ-રણબિર બન્યા ખાસ દોસ્ત!
મકાઉમાં યોજાયેલા એવોર્ડ ફંક્શન બાદ શાહિદ અને રણબિર કપૂર વચ્ચે સારી મિત્રતા બંધાઈ ગઈ છે. રણબિરને તો શાહિદ સાથે એટલું ગોઠી ગયું છે કે તેણે શાહિદને ઓગસ્ટમાં યોજાનારી પોતાની વર્લ્ડ ટુરમાં સામેલ થવાની વિનંતી કરી હતી.
શાહિદ શરૂઆતમાં રણબિરની વર્લ્ડ ટૂરનો ભાગ બને તેવી શક્યતા હતી, પરંતુ આ તારીખોમાં તેના શૂટિંગ શિડ્યૂલ્સ ગોઠવાયેલા હતા. જોકે, હવે તે રણબિરની વર્લ્ડ ટૂરમાં સામેલ થવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. એટલું જ નહીં, મકાઉના એવોર્ડ ફંક્શનમાં સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે રણબિરનું ટેન્શન દૂર કરવામાં શાહિદે તેને ઘણી મદદ કરી હતી.
જો બધું સમૂસૂતરું પાર પડ્યું, તો શાહિદ ચોક્કસ આ ઇવેન્ટનો ભાગ બનશે. આ ટૂરમાં રણબિરની સાથે પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ પણ જોડાશે.