વર્ષની શરૂઆતમાં ટેરા રેઈડે 60 દિવસ પુર્નવસન કેન્દ્રમાં વીતાવ્યા હતા અને પછી તેણે કહ્યું હતું કે, તે હવે ક્યારેય એવા કામો નહિ કરે કે તેને ફરી પાછું પુર્નવસન કેન્દ્રમાં આવવું પડે.
જોકે થોડા દિવસો પહેલા જ ટેરા રેઈડ ફરી પાછી પોતાના મૂડમાં આવી ગઈ છે. ફ્રાંસમાં એક પાર્ટી દરમિયાન ટેરા એકદમ મુક્ત બની ગઈ હતી.
ટેરાએ ચિક્કાર દારૂ પીધો હતો. ટેરાની વર્તણૂક જોઈને અન્ય યુવતીઓ પણ શરમાઈ ગઈ હતી. ટેરા વારંવાર પોતાના પુરૂષ મિત્રોને ગળે મળતી હતી અને ચુંબન કરતી હતી.
પાર્ટીમાં ટેરાનો ભૂતપૂર્વ પ્રેમી માઈકલ પણ હાજર હતો. પાર્ટીમાં ડેનિસ રિચ પણ હાજર હતો.
આ સિવાય પાર્ટીમાં ટેરાના નિકટના સાથીઓ હાજર હતા. જેમ કે, જેકી કોલીન, ઈવના ટ્રુમ્પ, એલ્ડ્રરીન અને તેની પત્ની લુઈસ ડ્રીગ્સ કેનોન હતી.
પુર્નવસન કેન્દ્રમાંથી બહાર આવ્યા બાદ ટેરાએ સ્પષ્ટ કર્યુ હતું કે, તે હવે માત્રને માત્ર પોતાની કરિયર પર ધ્યાન આપશે.
આ દરમિયાન એક મેગેઝીનને ઈન્ટરવ્યૂ દરમિયાન ટેરાએ કહ્યું હતું કે, પુર્નવસન કેન્દ્રએ તેનું જીવન બચાવ્યું છે.
જો કે ટેરા આ બધી વાતો ભૂલીને ફરીથી પાછી હતી એવીને એવી થઈ ગઈ છે.