Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

એઈડ્સનો ફેલાવો અટકે તે માટે પગલા લેવા જોઈએ: પ્રિતી

Source: Agency, Mumbai   |   Last Updated 11:33 AM (01/12/2010)
 
 
 
 
 
પહેલી ડિસેમ્બરના રોજ વિશ્વભરના લોકો વિશ્વ એઈડ્સ દિનની ઉજવણી કરે છે. જો માતાને એઈડ્સ હોય તો તેના ગર્ભસ્થ શીશુને એઈડ્સ થવાનો ભય રહે છે. તેથી જ એઈડ્સ જેવી બિમારી આગળ ના વધે તે માટે દરેક ગર્ભવતી સ્ત્રીએ એચઆઈવીનો ટેસ્ટ કરાવવો જોઈએ.

પ્રીતિ ઝિન્ટાએ વિશ્વ વર્લ્ડ દિવસ પર પ્રીતિ ઝિન્ટાએ કહ્યું હતું કે, બે વાત હંમેશા યાદ રાખવી જોઈએ. એચઆઈવી અટકાવી શકાય છે પરંતુ વર્ષ 2009માં ભારતમાં 1.50 લાખ લોકોને એઈડ્સનો ચેપ લાગ્યો હતો અને તેમાંથી 18000 તો શીશુઓ જ હતા.

એઈડ્સનો સારવાર શક્ય છે. લગભગ ત્રણ લાખ ભારતીયોને મફત સારવાર મળી રહી છે પરંતુ 1.50 લાખ પુરૂષો અને સ્ત્રીઓ એઈડ્સને કારણે મૃત્યુ પામ્યા છે કારણ કે તેઓને ખ્યાલ જ નહોતો કે તેમને એચઆઈવીનો ચેપ કઈ રીતે લાગ્યો છે, તેમ પ્રીતિએ ઉમેર્યુ હતું

યુએનના રિપોર્ટ પ્રમાણે ભારતમાં 2.3 મિલિયન લોકો એઈડ્સનો ભોગ બનેલા છે.

પ્રીતિએ જણાવ્યું હતું કે, માતાને કારણે ગર્ભસ્થ શીશુને એચઆઈવી થાય તે બાબત મને હેરાન કરે છે. આપણે ગર્ભસ્થ શીશુને એઈડ્સનો ચેપ ના આપીએ તે વાતની તકેદારી રાખવી જોઈએ પરંતુ હજી પણ હજારોની સંખ્યામાં ગર્ભસ્થ શીશુને એઈડ્સ થાય છે.

એઈડ્સ થયેલા લોકો સાથે ભેદભાવપૂર્ણ વર્ણન કરવામાં આવે છે આ વાતનો પ્રીતિએ સખ્ત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, એચઆઈવી વિષે લોકો પાસે સાચી માહિતી નથી અને તેને કારણે લોકોને આ પ્રકારનું વર્તન કરે છે.

એઈડ્સ અંગે લોકોને સાચી માહિતી મળે અને લોકો સાથે સદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવે તે માટે પ્રીતિએ આજના યુવાનોને હાકલ કરી છે.
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 10

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.