'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં હાલમાં જેઠાલાલ, દયાભાભી, ટપુ, ચંપકદાદા, સોઢી, ઐય્યર, બબીતા, ગોલી અને ગોગી કચ્છમાં ગયા હોય છે.
આ તમામ લોકોએ કચ્છના ધોરડો ટેન્ટ સિટીમાં ઘણી જ મસ્તી ધમાલ કરી હતી. ગુજરાત ટૂરિઝમના વિકાસ અર્થે 'તારક મહેતા..'ની ટીમ કચ્છ આવી હોય છે.
કચ્છના સફેદ રણમાં આવ્યા બાદ જેઠાલાલ, દયાભાભી, ટપુ, ચંપકદાદા, સોઢી, ઐય્યર, બબીતા, ગોલી અને ગોગીએ કચ્છની ધરતીને નમન કર્યું હતું. તેઓ સફેદ રણ જોઈને ઘણાં જ ખુશ થઈ ગયા હતા. સફેદ રણ જોયા બાદ તેઓ બીએસએફ આર્મી બેઝમાં ગયા હતા. ત્યા તેઓએ જવાનો સાથે થોડો સમય પસાર કર્યો હતો.
નોંધનીય છે કે, સીરિયલમાં નવરાત્રિ, દિવાળી, હોળી, ઉત્તરાયણ જેવા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે.