BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Singh Is King Akshay Made History His Films Earn 2000 Crore

ખેલાડીકુમારે રચ્યો ઈતિહાસ, બે હજાર કરોડની કરી કમાણી

1 of 5 Photos

બોલીવુડ સ્ટાર અક્ષયકુમારની ફિલ્મોએ કમાણી કરવાની બાબતે ઈતિહાસ રચ્યો છે. અક્ષય ઈન્ડિયન સિનેમાનો પહેલો એવો એક્ટર બન્યો છે જેની ફિલ્મોની કમાણી 2000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર આ બાબતે ગરમાગરમ ચર્ચાઓ થઈ રહી છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર શનિવારે બપોરથી જ #Akshay2000Crore ટોપ પર ટ્રેંડ કરી રહી છે.

બોલીવુડ સ્ટારે ટ્વિટરના માધ્યમથી પોતાના ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો. અક્ષયે પોતાના ફેન્સની સાથે રૂબરૂ થતાં લખ્યું હતું, 'મારી જિંદગીમાં તમને બધાને મેળવીને ધન્ય થઈ ગયો છું. ખાસ કરીને મારી ફેન્સ ક્લબનો આભારે જેણે મને સપોર્ટ કર્યો. તમારા બધાના કારણે જ #Akshay2000Crore ટેગ સફળ થઈ શક્યો'.

અક્ષયકુમાર ભારતીય સિનેમાના ઈતિહાસનો એકમાત્ર એવો અભિનેતા છે જેણે ત્રણવાર એક જ વર્ષમાં ચાર-ચાર હિટ ફિલ્મો આપી છે. આમાંની ફિલ્મોમાં ખિલાડી 786, ઓહ માય ગોડ, રાઉડી રાઠોડ, હાઉસફુલ, હાઉસફુલ-2, સિંગ ઈઝ કિંગ, નમસ્તે લંડન, હમકો દિવાના કર ગયે, એતરાઝ, અજનબી, યે દિલ્લગી, ખિલાડીનો સમાવેશ થાય છે. અક્ષયને ખેલાડી સીરીઝની આઠ ફિલ્મોમાં કામ કર્યુ છે.તાજેતરમાં જ આવેલી સ્પેશિયલ 26માં અક્ષયકુમારે નકલી સીબીઆઈ ઓફીસરની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધી 25 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી લીધી છે.

વધારે વાંચવા માટે તસ્વીરો બદલતાં રહો...


Your Opinion
 
 
Code:
3 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment