સલમાન ખાનનાં પોસ્ટર અમૃતસરમાં શિવસેનાનાં માણસો દ્વારા બાળવામાં આવ્યાં છે. સલમાનની એક એડવર્ટાઈઝમેન્ટનાં વિરોધમાં તેઓએ આ પગલુ ભર્યુ હતું. સલમાનની ક્લોરમીન્ટ ચ્યુંગમની એડમાં તેને ગાય દોહતો બતાવવામાં આવ્યો છે જેમાંથી દુધની જગ્યાએ આઈસક્રિમ નીક્ળે છે. ગાય હિન્દુઓની માતા ગણાય છે અને તેટલું ઉચ્ચ સ્થાન ધરાવે છે અને સલમાને આ એડમાં તેનું અપમાન કર્યુ છે. તેથી તેમણે સલમાનનો ભારે વિરોધ કર્યો હતો.
સલમાન આ પહેલાં રાજસ્થાનમાં શૂટિંગ સમયે કાળીયારને મારવાનાં આરોપમાં પણ સમાચારમાં રહેલો છે. હવે તે આ એર્ડમાં ઘણી બધી કોલેજની છોકરીઓ ગાયનાં માથે ત્રીજુ સિંગડુ જોઈને આશ્ચર્યચકીત થઈ જાય છે. આ ત્રીજુ સિંગડુ કોન હોય છે.ત્યારે સલમાન ખાન તેમને ક્લોરમિન્ટ ખવડાવે છે અને તેઓ આઈસક્રિમ આપે છે જેને તે કોનમાં લઈ તે બ્યુટીઝને આપે છે.
આ એડથી શિવ સૈનિકો રોષે ભરાયા છે અને તેથી જ તેનાં વિરોધમાં તેમણે સલમાનનાં પુતળા બાળ્યાં હતાં. જો કે સલમાને આવા કોઈ જ બનાવને વધુ પડતું મહત્વ આપ્યુ ન હતું.