Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

શાહરુખે સલમાનની ફિલ્મ બોડીગાર્ડને કહી 'ટપોરી છાપ'

Source: divyabhaskar.com   |   Last Updated 8:36 PM (18/12/2011)
 
 
 
 
 
પોતાની આવનારી ફિલ્મ ડોન 2ના પ્રોમોશન માટે એક્ટર શાહરુખ ખાન અને પ્રોડ્યુસર રિતેશ સિદ્ધવાની દિવ્યભાસ્કર ડોટ કોમની નોએડા ઓફિસે આવ્યા, જ્યાં તેણે દર્શકો સાથે લાઇવ ચેટ પણ કર્યું હતું. આ સાથે જ બન્નેએ દિવ્યભાસ્કરના અન્ય સેન્ટર્સ સાથે વિડિયો કોન્ફ્રેસિંગ થકી પોતાની ફિલ્મો સાથે જોડાયેલી વાતો શેર કરી હતી. તેણે કહ્યું કે, ફિલ્મો એટલા માટે બને છે કે, લોકો સિનેમાઘરોમાં આવે તો ઓછામાં ઓછા ત્રણ કલાક સુધી પોતાના દુખ દર્દને ભુલી જાય છે.

પહેલા ગૌરી અને હવે આર્યન છે ડોન

શાહરુખે કહ્યું કે, ફિલ્મમાં ભલે હું ડોનની ભૂમિકા નિભાવી રહ્યો હોવ પરંતુ ઘરમાં અસલી ડોનની ભૂમિકા મારો પુત્ર નિભાવી રહ્યો છે. પહેલા મારી પત્ની ગૌરી હતી પરંતુ હવે મારો પુત્ર આર્યન ઘરનો ડોન બની ચુક્યો છે.

ડોનની ખાસિયત

'ડોન જ્યારે પણ પોતાના દુશ્મનને મળે છે ત્યારે તેને અહેસાસ નથી હોતો કે તે તેનો દુશ્મન છે.' તેની ખાસિયત એ છે કે તે એકદમ ઠંડે કલજે વાતો કરે છે અને પોતાનું કામ કરીને જતો રહે છે.

કોઇ ડ્રીમરોલ નથી

મારો એવો કોઇ ડ્રીમ રોલ નથી જે કરવાની મને ઇચ્છા હોય. પહેલા જ્યારે ઇન્ડસ્ટ્રીમાં હું આવ્યો હતો ત્યારે વિચારતો હતો કે હું બોન્ડ જેવી ફિલ્મો કરું પરંતુ હવે એવી કોઇ તમન્ના રહીં નથી. હવે કોઇ અલગ પ્રકારનું પાત્ર મળશે તો જરૂરથી કરીશ.

ભારતમાં સારી ટેક્નિશીયન નથી

વિદેશોમાં એક્શન સીન શૂટ કરતી વખતે ઘણી સુરક્ષા રાખવામાં આવે છે. ત્યાં 30-40 વર્ષ પહેલાથી એક્શન ફિલ્મો બની રહી છે. જેના કારણે ત્યાં વધારે એક્સપર્ટ્સ લોકો છે. તે કોઇપણ સીનનું શૂટિંગ કરતા પહેલા રિહર્સલ કરે છે અને પછી ફાઇનલ ટેક લે છે. જો કે, તે થોડું મોંઘુ પડે છે પરંતુ સુરક્ષા માટે તે શ્રેષ્ઠ છે. આપણે ત્યાં બે ફિલ્ડ એવાં છે જ્યાં એક્સપર્ટ્સની ખોટ છે. એક ટેક્નિશિયન અને બીજુ સ્ક્રિપ્ટ રાઇટિંગ.

હજુ સુધી નથી આવી હોલીવુડમાંથી ઓફર

હોલીવુડવાળાઓ તરફથી હજુ સુધી કોઇ ઓફર મળી નથી. મારી એવી ઇચ્છા છે કે એવી ફિલ્મ બનાઉ જેને જ્યારે આખી દુનિયા જુએ તો એવું કહે કે, આ ફિલ્મ ઇન્ડિયાવાળાઓએ બનાવી છે.

ઓડિયન્સની પસંદ બદલાઇ છે

ઓડિયન્સ વધુ પરિપક્વ થઇ ગયાં છે કે પછી એવુ કહીં શકાય કે તેમની પસંદ બદલાઇ છે. તે ડેલ્લી બેલી પણ જુએ છે. જિંદગી ના મિલેગી દોબારા પણ જુએ છે અને બોડીગાર્ડ જેવી ટપોરી ટાઇપની ફિલ્મો પણ જુએ છે. જેમાં 80ના સમયની દાદાગીરી પણ દેખાડવામાં આવી છે.
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 8

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.