બોલિવૂડના ક્યુટ કપલ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાનાં લગ્નમાં આખું બોલિવૂડ ઊમટી પડ્યું હતું. બોલિવૂડની લગભગ દરેક મોટી હસ્તી રિતેશ-જેનેલિયાને શુભેચ્છા પાઠવવા પહોંચી ગઈ હતી, પરંતુ લગ્નમાં સલમાન ખાન ક્યાંય જોવા નહોતો મળ્યો. સલમાનનો કટ્ટર હરીફ શાહરૂખ લગ્નમાં જોવા મળ્યો હતો, પરંતુ સલમાનની ગેરહાજરી ઊડીને આંખે વળગતી હતી.
અંદરખાને એવો ગણગણાટ થઈ રહ્યો છે કે શાહરૂખની હાજરીને કારણે સલમાન લગ્નમાં નહોતો ગયો. સલમાન હાલ ક્યૂબામાં ‘એક થા ટાઇગર’ના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ તે રિતેશ-જેનેલિયાનાં લગ્નમાં જરૂર હાજર રહેશે તેવું સૌ માનતાં હતાં. પરંતુ, સલમાનના પરિવારમાંથી ફક્ત સોહેલ ખાન જ લગ્નમાં હાજર રહ્યો હતો.