

અમિતાભ બચ્ચન દાદા બનવાથી ઘણાં જ ખુશ છે. જોકે, અમિતાભ અભિષેક અને ઐશ્વર્યાની નવજાત બાળકીની ઘણી જ સંભાળ લઈ રહ્યા છે.
ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રીને મંગળવાર 22 નવેમ્બરના રોજ બપોર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમિતાભે પ્રાઈવેટ ગાર્ડ્સને કડક સૂચના આપી હતી કે, હોસ્પિટલની બહાર કોઈ પણ વ્યક્તિ કેમેરો કે મોબાઈલથી એશ અને તેની બેબીની તસવીર ના પાડે. અમિતાભે એશ અને તેની બેબીની ખાસ સુરક્ષા વ્યવસ્થા કરી રાખી છે. જ્યારે એશ પુત્રીને લઈને હોસ્પિટલની બહાર આવી હતી ત્યારે દાદા અમિતાભે પોતાના હાથોમાં પૌત્રીને રાખી હતી, જેથી ઝૂમ લેન્સથી કોઈ તસવીર પાડે તો પણ પૌત્રીનો ચહેરો દેખાય નહીં. એશ પોતાના સસરા અમિતાભની સાથે ચાલતી હતી. બેટી બીને સંપૂર્ણ રીતે ઢાંકી દેવામાં આવી હતી. તેનો ચહેરો પણ જોઈ શકાતો નહોતો.
અમિતાભ બચ્ચન હાલમાં પોતાના પૌત્રીની તસવીર મીડિયાને આપવા માંગતા નથી.
નોંધનીય છે કે, સીનિયર બચ્ચને બ્લોગ અને ટ્વિટર પર સ્પષ્ટતા કરી હતી કે, આ તેમનું અંગત જીવન છે અને તે હાલમાં પૌત્રીની કોઈ પણ તસવીર બહાર પાડશે નહીં.
એશ-બેટી બી ઘરે આવી ગયા બાદ અભિષેકે પણ ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે, આજે તેની પુત્રી ઘરે આવી ગઈ છે. તેને આશા છે કે, બેટી બીને ખબર હોય કે, તે તેની સાથે કેટલી ખુશીઓ લઈને આવી છે. આ સમયે ઘરમાં આનંદિત વાતાવરણ છવાયેલું છે અને દાદા-દાદી ગર્વ અનુભવી રહ્યા છે.
મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.
બિગ બીએ કરી સ્પષ્ટતા, એશે નોર્મલ ડિલીવરીથી આપ્યો છે બાળકીને જન્મ!
અને એશે કહ્યું, ''અરે અભિષેક તું સેક્સી લાગે છે!''
'જૂનિયર અભિષેક' કરવા લાગ્યો હેરાન, એશે કર્યું શૂટિંગ બંધ!
ગર્ભવતી એશે કંઈક આ રીતે કરાવ્યું હોટ ફોટોશૂટ!
'અભિષેક જેવી નહીં પણ એશ જેવી લાગવી જોઈએ તેમની દીકરી'
એશ જેવી છે બેબી બીની આંખો, દાદા બચ્ચને કરી પૌત્રીની વાત
"મે તો પહેલેથી જ કહ્યું હતું, એશ પુત્રીને જન્મ આપશે"
એશ-અભિની બાળકીને અભિનંદનની વર્ષા
ડેડી અભિએ માન્યો આભાર, કહ્યું એશ અને બેબી એશ છે સ્વસ્થ
આવી લાગતી હતી મમ્મી એશ નાનપણમાં, જુઓ તસવીરો
ડિલીવરી માટે એશ હોસ્પિટલમાં દાખલ, જુઓ તસવીરોમાં



