
બોલિવૂડમાં દુશ્મનાવટ ભાગ્યે જ કાયમી જોવા મળે છે
રવિવારે મોડી રાત્રે બોલિવૂડ બાદશાહ શાહરૂખ અને શિરીષ કુંદર વચ્ચે ઝઘડો થયો હતો. જોકે, મંગળવારના રોજ તેઓની વચ્ચે પેચ અપ પણ થઈ ગયું હતું. શાહરૂખની પત્ની ગૌરી અને ફરાહના ભાઈ સાજીદ ખાને આ બે વચ્ચે પેચ અપ કરાયું હોવાનું માનવામાં આવે છે.
ફરાહે કહ્યું હતું કે, ઝઘડાથી કોઈ પણ ખુશ નહોતું. તેઓના વર્ષો જૂના સંબંધો તમાશો બની જતા તમામ લોકો દુખી હતા. તેઓએ સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ લાવ્યો હતો. ગૌરી અને તેની આંખો ભીની થઈ ગઈ હતી.
દુશ્મન બને છે મિત્ર
જોકે, આ પહેલા પણ બોલિવૂડ સ્ટાર્સ વચ્ચેની દુશ્મની દોસ્તીમાં ફેરવાઈ ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ કહે છે કે, કલાકારો ઘણાં જ વ્યસ્ત હોય છે અને તેઓની વચ્ચે ઝઘડો થવાની શક્યતા વધી જાય છે. તેઓ ઈગોને કારણે એકબીજા સાથે મિત્રતા બાંધતા હોતા નથી. જોકે, બે વર્ષમાં ઘણી જ કડવી યાદો મીઠી બની ગઈ છે.
ફરાહ અને સંજય લીલા ભણશાલી મિત્રો બની ગયા છે. એક એવોર્ડ ફંક્શનમાં સાજીદ ખાન અને આશુતોષ ગોવિરકર વચ્ચે ઝઘડો થયો હતો પરંતુ કેટલાંક દિવસો બાદ બંને પાછા મિત્રો બની ગયા હતા. બચ્ચન પરિવાર અને શાહરૂખ વચ્ચે પણ કેટલીક બાબતોને લઈને અણબનાવ હતો. ઐશ્વર્યા-અભિષેકના લગ્નમાં શાહરૂખને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું પરંતુ શાહરૂખે મોટુ મન રાખીને બેટી બીને જન્મ પર બચ્ચન પરિવારને મળવા ગયો હતો અને તેમની વચ્ચે ફરીથી મિત્રતા બંધાઈ ગઈ.
કેટલાંક દિવસો પહેલા સલમાન અને રીતિક વચ્ચે પણ ઝઘડો થયો હતો પરંતુ બંને આ વાત ભૂલાવી દીધી છે. સલમાન અને જ્હોન અબ્રાહમનો વિવાદ પણ જૂનો છે પરંતુ 'બિગ બોસ'ના સેટ સંજુબાબા-અક્કીને કારણે બંને વચ્ચેની ગેરસમજણ દૂર થઈ હતી. કરિના અને પ્રિયંકા વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું હતું પરંતુ હવે તેઓ સારા મિત્રો બની ગયા છે. કરિના અને બિપ્સ વચ્ચે પણ બિલાડી-ઉંદરની રમત રમાતી હતી, અલબત્ત, તેઓ હવે મિત્રો બન્યા છે.
Related Articles:
ના હોય....આખુ બોલિવૂડ જશે હડતાળ પર!
પોલીસ બનીને દમ બતાવી રહ્યા છે બોલિવૂડ સ્ટાર્સ
બોલિવૂડ 'શહેનશાહ' બચ્ચને પાટણ વિશે ટ્વિટર પર શું કહ્યું?
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ગણતંત્રની ઉડાવી મજાક!
બોલિવૂડ ઈસ્ટાઈલમાં સ્ટાર્સે આપી ગણતંત્ર દિવસની શુભકામના!
રીતેશ-જેનેલિયાની પાર્ટીમાં ઉમટ્યુ બોલિવૂડ,તસવીરો
બોલિવૂડ સ્ટાર્સે ઝી સિને એવોર્ડ્સને બનાવ્યો રંગારંગ, તસવીરોમાં
બોલિવૂડ ખાલીપા પૂરશે તો હોલિવૂડથી આગળ વધશે
ઓપ્રા વિનફ્રેની પાર્ટીમાં બોલિવૂડ ઉમટ્યુ, જુઓ તસવીરો
એવોર્ડમાં છવાઈ ગયા બોલિવૂડ સ્ટાર્સ, જુઓ તસવીરોમાં