વીતેલા જમાનાના સુપરસ્ટાર રાજેશ ખન્નાએ હવે દારૂ પીવાનું બંધ કરી દીધું છે, અને તેને દારૂ છોડાવવા પાછળ નિમિત્ત બન્યો છે તેનો પૌત્ર અને ટ્વિંકલ-અક્ષયનો પુત્ર આરવ.
આ પહેલાં ડોક્ટરો પણ રાજેશ ખન્નાને દારૂ છોડવાની ચેતવણી આપી ચૂક્યા હતા. પણ આખરે, આરવે આ ભૂતપૂર્વ સુપરસ્ટારને જીવનનો આનંદ ઊઠાવવાનું કારણ આપ્યું છે.
રાજેશ ખન્ના છ મહિનાથી દારૂને સ્પર્શ્યો નથી, એટલું જ નહીં તે નિયમિતપણે કસરત પણ કરે છે અને વોક માટે પણ જાય છે, જેમાં નાનો આરવ પણ તેને સાથ આપે છે.