બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા હાલમાં ઘણી જ વ્યસ્ત છે. જો કે આ વ્યસ્તા વચ્ચે પણ પ્રીતિ ઝિન્ટા ટ્વિટર પર ટ્વિટ કરવાનું ભૂલતી નથી.
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ બન્યા છે. આ અંગે પ્રીતિએ ટ્વિટ કર્યુ હતું કે, આપણા નવા મુખ્યમંત્રી પૃથ્વી રાજ ચ્વાહણ(Prithviraj Chauhan) છે. તેમનું નામ ભારતના એક રાજપૂત રાજાના નામ પ્રમાણે છે અને તેઓ તેમના નામ પ્રમાણે જ કામ કરશે તેવી આશા રાખવામાં આવે છે.
જ્યારે અમિતાભ બચ્ચને પ્રીતિની ટ્વિટ વાંચી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે, પ્રીતિએ ખોટી ટ્વિટ કરી છે. તેણે મુખ્યમંત્રીની અટકનો સ્પેલિંગ ખોટો લખ્યો છે. બિગ બીએ પ્રીતિની ભૂલ સુધારી હતી અને કહ્યું હતું કે, નવા સીએમની સરનેમ CHAVAN છે નહિ કે Chauhan.
આ વાત વાંચીને પ્રીતિએ ટ્વિટ કર્યુ હતું કે, સોરી અમિતજી...તે થોડી મૂંઝાઈ ગઈ હતી અને તેણે આ રીતે લખી નાંખ્યુ હતું પરંતુ હવેથી તે યોગ્ય રીતે જ લખશે.