Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

એરપોર્ટ પર પ્રીતિ બાખડી પડી

Source: Agency, Mumbai   |   Last Updated 10:12 AM (15/04/2011)
 
 
 
 
 
વિમાનીમથકે સુરક્ષા અધિકારીએ કિંગ્સ ઇલેવન પંજાબની માલિક તથા બોલિવૂડની હિરોઇન પ્રીતિ ઝિન્ટાને એરપોર્ટમાં જતી રોકવામાં આવી ત્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે મેળવેલા વિજયની તેની ખુશી પળભરમાં ગાયબ થઇ ગઇ હતી.

પ્રીતિ આગામી મેચ માટે ગુરુવારે સવારે રવાના થઇ ત્યારે નવા એરપોર્ટ ટર્મિનલમાં જેવી તે અંદર જવા લાગી ત્યારે સુરક્ષા ગાર્ડે તેને પૂછ્યું હતું કે ‘આપ કૌન હો?’ગાર્ડે તેનું ઓળખપત્ર બતાવવા માટે કહ્યું હતું. પ્રીતિએ જણાવ્યું હતું કે શું હવે મારે તને મારું ઓળખપત્ર પણ બતાવવું પડશે.

ફિલ્મી હિરોઇને પોતાના પર્સમાંથી અખબારોના કટિંગ કાઢીને તેને બતાવ્યું હતું કે જો મારો ફોટો અખબારમાં છપાયો છે.

ગાર્ડે જણાવ્યું હતું કે મેડમ અખબારમાં તમારો ફોટો છપાયો છે પરંતુ અમારે તો ઓળખપત્રની જરૂર છે. દરમિયાનમાં એરપોર્ટના અધિકારીઓ પહોંચી ગયા હતા અને તેઓ પ્રીતિ ઝિન્ટાને સામાન સાથે વેઇટિંગ હોલ સુધી લઇ ગયા હતા.
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 8

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.