નીતુ ચંદ્રા હવે નિર્માતા બનશે. તે ટુંક સમયમાં જ એક ભોજપુરી ફિલ્મ 'દેસવા'નું નિર્માણ કરવા જઈ રહી છે. નીતુએ જણાવ્યું હતું કે, તે ભોજપૂરી ફિલ્મોમાં બદલાવ લાવવાં ઈચ્છે છે અને તે માટે કાંઈક કરવા ઈચ્છે છે તેથી જ તે ફિલ્મ બનાવવાં જઈ રહી છે.
આ ફિલ્મ ત્રણ યુવાનોની વાર્તા છે ફિલ્મની શરૂઆતમાં 2000-2010નો દસકો બતાવવામાં આવશે. ફિલ્મની વાર્તા પ્રમાણે આ યુવાનો બિહારથી બહાર નીકળી અન્ય શહેરમાં નોકરી સોધવા જાય છે અને પાછા બિહાર આવીને બસી જાય છે. આ સિવાય પણ નીતુ દક્ષિણ સિનેમાનાં થાલા અજીતની વેંકટ પ્રભુ નિર્દેશિત 50મી ફિલ્મ 'મંગાથા'માં મુખ્ય રોલ અદા કરશે અને તેની તૈયારીઓમાં પણ લાગી ગઈ છે.