| Story સ્ટોરી: પાંચ વર્ષ પહેલા પોલીસને ચકમો આપીને ભાગી છુટેલો ડોન(શાહરૂખ ખાન) એશિયન અન્ડરવર્લ્ડનો જાણીતો ડોન બની જાય છે. શરૂઆતમાં ડોન મલેશિયામાં એક ચોક્કસ હેતુને કારણે મલિક(ઓમ પુરી) અને રોમા (પ્રિયંકા ચોપરા)ને સરન્ડર થઈ જાય છે.
ડોન સ્વીત્ઝરલેન્ડરમાં આવેલા સેફ્ટી ડિપોઝીટ બોક્સમાં મૂકેલા નાણા ચોરવા માંગે છે. ‘ડોન’માં સિંઘાનિયા (રાજેશ ખત્તર)નું ખૂન કરી નાખવામાં આવ્યા છે. સિંઘાનિયાએ સુરક્ષિત રીતે આ બોક્સ સ્વીત્ઝરલેન્ડની બેંકમાં મૂક્યુ હોય છે. ફક્ત વર્ધન (બોમન ઈરાની) જ આ બોક્સ સુધી પહોંચી શકે તેમ છે પરંતુ તે મલેશિયાની જેલમાં બંધ હોય છે. ડોન જેટલી જલ્દી બને તેટલી વર્ધનને છોડાવીને પોતાનું મશિન પૂર્ણ કરવા માંગે છે. ડોન યુરોપીયન અન્ડરવર્લ્ડને હરાવીને બેંકમાંથી પૈસા ચોરવા માંગે છે.
- વિવિધ અવતારો જેવા કે, કેદી, અલ્ટ્રા કલાસીક ડોન દર્શકોને જકડી રાખે છે - ફિલ્મનું નેરેશન ઘણી જ સારી રીતે કરવામાં આવ્યું છે - ડોન ૨’ દરેક સીન્સમાં દર્શકોને અભિભૂત કરી નાખે છે - ગીતો ઓછા હોવાથી સંગીતરસિકોને આ ફિલ્મ પસંદ ના પડે તેવી શક્યતા
હવે, ડોન સમીર અલી(કુનાલ કપૂર), જબ્બર (નવાબ શાહ) અને તેની સ્વીટહાર્ટ (લારા દત્તા)ની મદદથી પોતાનું ટાસ્ક કઈ રીતે પૂર્ણ કરે છે, તે તો ફિલ્મ જોયે જ ખબર પડશે.
સ્ટોરી ટ્રીટમેન્ટ: ‘રા.વન’ના કડવા અનુભવને પાછળ મૂકીને શાહરૂખ ‘ડોન ૨’ લઈને ફરી એકવાર દર્શકો સામે આવ્યો છે. ફિલ્મમં હોલિવૂડ સ્ટાયલની ધારદાર એકશન સિકવલ અને શાહરૂખના વિવિધ અવતારો જેવા કે, કેદી, અલ્ટ્રા કલાસીક ડોન દર્શકોને જકડી રાખે છે. ફિલ્મમાં સરપ્રાઈઝ પેક તરીકે રીતિક રોશન છે. ઈન્ટરવલ બાદ ફિલ્મમાં કુનાલ કપૂરની એન્ટ્રી થતા જ સસ્પેન્સ વધી જાય છે અને દર્શકોનો શ્વાસ અદ્ધર કરી નાખે છે. જ્યારે શાહરૂખ-પ્રિયંકાની કેમેસ્ટ્રી ફિલ્મમાં જરૂરી ટિ્વસ્ટ લાવે છે. જોકે, ફિલ્મ ઈન્ટરવલ પહેલા જ સારી છે, ઈન્ટરવલ બાદ ફિલ્મ ભટકી જતી હોય તેમ લાગે છે. ઈન્ટરવલ પછી ફિલ્મ બોરિંગ લાગે છે.
સ્ટાર કાસ્ટ: શાહરૂખની અલ્ટ્રા સ્ટાઈલિશ ડાયલોગ ડિલીવરીને કારણે ‘ડોન ૨’ એકવાર તો જોવી જ પડે. કલાઈમેકસમાં પ્રિયંકા એકબાજુ અસહાય પ્રેમિકાનું દર્દ અનુભવે છે, તો બીજી બાજુ પોલીસ તરીકેની તેની ફરજો વચ્ચેની કશ્મકશમાં ઝઝૂમતી પ્રિયંકાએ અદભૂત અભિનય આપ્યો છે. કુનાલ કપૂરે પણ સારું પર્ફોમન્સ આપ્યું છે. અલ્યા ખાન બેંકના વાઈસ પ્રેસિડન્ટ તરીકે કલાસી લાગે છે અને પોતાની ભૂમિકાને પૂરતો ન્યાય આપ્યો છે. નવાબ ખાન પણ સારો છે.
ડિરેક્શન: ફરહાન અખ્તરે ફરી એકવાર આ ફિલ્મથી સાબિત કર્યું કે પોતે કેટલો તેજસ્વી ડિરેક્ટર છે. કેટલીક બાબતોની અવગણના કરવામાં આવે તો આ ફિલ્મ ઘણી જ અદ્દભૂત છે. ફિલ્મમાં વર્ધન(બોમન ઈરાની) પોલીસના હિટ લિસ્ટમાં છે, તેમ છતાંય તે બેંકમાંથી સરળતાથી પ્રવેશે છે. આ બાબત ખૂંચે તેવી છે. ‘ડોન ૨’ દરેક સીન્સમાં દર્શકોને અભિભૂત કરી નાખે છે. ચોરીની સિકવન્સ ફિલ્મચાહકોને છક કરી નાખે તેવી છે.
સંગીત/સિનેમેટ્રોગ્રાફી/સંવાદો/એડિટિંગ - ‘ડોન ૨’માં સંગીત એટલું અસરકારક નથી, માત્ર ટાઈટલ સોન્ગ અને કલાઈમેકસમાં પ્રમોશનલ સોન્ગ છે. સિનેમેટ્રોગ્રાફી હોલિવૂડના માપદંડોથી કરવામાં આવી છે અને તે ખરેખર કાબિલે તારીફ છે. તેવી જ રીતે એડિટિંગ અને કેમેરા મુવ્સ અદ્દભૂત છે. ફિલ્મનું નેરેશન ઘણી જ સારી રીતે કરવામાં આવ્યું છે. પહેલા જ કહ્યું તેમ, ફિલ્મના સંવાદો ચોટદાર છે.
ત્રણ હકારાત્મક-નકારાત્મક બાબતો: બોલિવૂડ ફિલ્મોની જેમ ગીતો ઓછા હોવાથી સંગીતરસિકોને આ ફિલ્મ પસંદ ના પડે તેવી શક્યતા છે. આ સિવાય ફિલ્મનો સ્ક્રીનપ્લે પણ નબળો છે પરંતુ શાહરૂખ, ડિરેકશન, સિનેમેટ્રોગ્રાફી, સંવાદો અને એડિટિંગ ફિલ્મને જોવા માટે મજબૂર કરે છે.
'ડોન' મેં કિતના હૈં દમ, તસવીરો જોઈને તમે જ નક્કી કરો રા.વન થી લુંટાયેલી શાહરૂખની લંકા ડોન-2 પાછી અપાવશે? 'ડોન' શાહરૂખને જોતા જ 'બોડીગાર્ડ' સલ્લુ ભાગી ગયો! ઘરનો ડોન મારો દીકરો આર્યન છે! ડોન બોલ્યો 'સર મત કહો, બડા શરીફ લગતા હૈ, કોલ મી ડોન' ફિલ્મ પ્રિવ્યૂ- 'ડોન-2' અમદાવાદમાં ડોન લોકપાલ બિલ' માટે આવ્યો છું: શાહરૂખ
|