| Story સ્ટોરી:ભારતના માંડવા ગામમાં ફિલ્મની શરૂઆત થાય છે. 'અગ્નિપથ'માં વિજય દિનાનાથ ચૌહાણ(રીતિક) મંડવાથી મુંબઈ આવે છે અને તેના જીવનમાં આવતા અનેક ચઢાવ-ઉતારની વાત ફિલ્મમાં કહેવામાં આવી છે. વિજય પોતાના પિતા દિનાનાથ ચૌહાણની હત્યાનો બદલે કાંચા(સંજય દત્ત)થી લેવા માંગતો હોય છે. પોતાનો મકસદ પૂર્ણ કરવા માટે વિજય અચાનક જ રઉફ લાલા(ઋષિ કપૂર)ને મળે છે અને તેને પોતાનો ગોડફાધર બનાવી લે છે. આ સમય દરમિયાન જ વિજય પોતાની પડોશમાં રહેતી યુવતી કાલી(પ્રિયંકા ચપોરા)ના પ્રેમમાં પડે છે. તો શું વિજય પોતાના જીવનનો એક માત્ર હેતુ પૂર્ણ કરી શકશે ખરા?
સ્ટોરી ટ્રીટમેન્ટ:જ્યારથી 'અગ્નિપથ' બનાવવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ આ ફિલ્મની તુલના ઓરીજનલ 'અગ્નિપથ'થી થતી હતી. ખરી રીતે તો, સ્ક્રીનપ્લેની દ્રષ્ટિએ આ ફિલ્મ ઓરીજનલ 'અગ્નિપથ'ની રેપ્લિકા નથી. આ ફિલ્મમાં રૌફ લાલા નવું પાત્ર ઉમેરવામાં આવ્યા છે અને ફિલ્મને તે ઘણું જ રસપ્રદ બનાવે છે. રીતિક-સંજય વચ્ચેના કેટલાંક સીન્સ ઘણાં જ અસરકારક છે પરંતુ ઘણી જગ્યાએ આ બંનેના સીન્સ અણઘડ રીતે લેવામાં આવતા અસરકારકતા ઘટી જતી હોય તેમ લાગ્યા વગર રહેતું નથી.
સ્ટાર કાસ્ટ:રીતિક રોશને આત્મવિશ્વાસ-યોગ્ય રીતે અને કાબિલે તારીફ રીતે સંજય દત્તને ટક્કર આપી છે. પ્રોમોમાં સંજય દત્ત રીતિક કરતાં વધારે બળવાન લાગતો હતો. કાંચા તરીકે સંજય દત્તે અપેક્ષા મુજબ જ એ ક્લાસ પર્ફોમન્સ આપ્યું છે. તો બીજી બાજુ ઋષિ કપૂરે પોતાના પાવર-પેક્ડ પર્ફોમન્સથી દર્શકોને ખુશ કરી દીધા છે. પ્રિયંકા ચોપરાએ પોતાની નાની ભૂમિકામાં પણ દર્શકોના મન પર ધારી અસર છોડી છે. તો ઝરીના વહાબે અને ઓમ પુરીએ પોતાના પાત્રોને પૂરતો ન્યાય આપ્યો છે. ડિરેક્શન:કરન મલ્હોત્રાએ હજી ઘણી લાંબી મંજલ કાપવાની છે. તે દિગ્દર્શન પ્રત્યે ઘણો જ નિખાલસ છે. ફિલ્મમાં તેનુ દિગ્દર્શન ઘણીવાર ગોથા ખાય છે પરંતુ ફિલ્મની કેટલીક ઐતિહાસિક ક્ષણોને સુંદર રીતે કેમેરામાં કંડારી છે. તેમાંય રીતિક અને ઋષિ વચ્ચેનો ઝઘડો અદભૂત રીતે કેમેરામાં કેદ કર્યો છે. આ સિવાય રીતિક કાંચા સમક્ષ સંદેશાવાહકની મદદથી પોતે દિનાનાથ ચૌહાણનો પુત્ર છે, તે વાત રજૂ કરે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ ખરેખર અવિસ્મરણીય રીતે કેમેરામાં શૂટ કરવામાં આવ્યો છે. સંજય અને રીતિક વચ્ચેના એક્શન સીન્સ દર્શકોના શ્વાસ અદ્ધર કરી દેશે.
સંગીત/સિનેમેટ્રોગ્રાફી/સંવાદો/એડિટીંગ:ચિકની ચમેલી સિવાય ફિલ્મના કોઈ પણ ગીત નોંધપાત્ર નથી. સિનેમેટ્રોગ્રાફીને પૂરા માર્ક્સ આપવા પડે. વિવિધ કેમેરા એન્ગલ્સની મદદથી હાવભાવને સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યા છે. સંવાદો સાધારણ અને ધારદાર એડિટીંગ હોત તો ફિલ્મનો સમયગાળો થોડો ઘટાડી શકાયો હોત.
ત્રણ હકારાત્મક-ત્રણ નકારાત્મક બાબતો:ફ્રેશ સ્ટોરીલાઈન, સ્ટાર્સનું અદભૂત પર્ફોમન્સ, ચિકની ચમેલી ગીત અને સિનેમેટ્રોગ્રાફી ફિલ્મના મજબૂત પાસા છે, જ્યારે ફિલ્મનું સંગીત, એડિટીંગ અને ફિલ્મની લંબાઈ ફિલ્મને થોડી નબળી બનાવી દે છે. ટૂંકમાં સ્ટાર્સના પાવરપેક્ડ પર્ફોમન્સથી સિનેરસિકો ખુશ થઈ જશે, તે વાત નક્કી છે.
રીતિક રોશનની ફિલ્મ 'અગ્નિપથ' તસવીરોમાં...! 'અગ્નિપથ' કેવી ધમાલ મચાવે છે, જુઓ વીડિયોમાં અભિએ 'અગ્નિપથ' માટે રિતીકને શુભેચ્છાઓ પાઠવી!!
|