રચનાત્મકતાને સાચી દિશા મળે, તો તે કેવો ચમત્કાર સર્જે છે તેનો અંદાજ તમે આ વીડિયો જોઈને લગાવી શકો છો. ‘કોલાવેરી ડી’ જેવા ગીતે સાબિત કરી દીધું કે સંગીતની કોઈ ભાષા કે સીમા નથી હોતી. તેના તાર દિલ સાથે જોડાયેલા હોય છે.
એક મિનિટ, અમે અહીં ‘કોલાવેરી ડી’ની સફળતા વિશે વાત નથી કરવાના. વાત કરવાની છે આ ગીતની ઓરિજિનલ ધૂન પર કદમ થિરકાવતા એવા બે યુવાનોની, જેમણે ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ સિઝન 3માં આ ગીત પર ડાન્સ કરીને જજ તથા દર્શકોને હસાવી-હસાવીને લોટ-પોટ કરી નાંખ્યા.