બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતે 17 ઓક્ટોબર 1999માં અમેરિકા સ્થિત ડો શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા. ટ્વિટર પર માધુરીએ ટ્વિટ કરી હતી કે, રવિવારના રોજ શ્રીરામે નેનેનો જન્મદિવસ છે. માધુરી પોતાના પતિનો જન્મદિવસ ઘરે જ મનાવવાની છે. નોંધનીય છે કે, માધુરી ઓક્ટોબર મહિનામાં જ ભારત પરત ફરી છે અને શ્રીરામ નેનેનો આ પહેલો જન્મદિવસ છે, જે ભારતમાં ઉજવાશે.
શ્રીરામ નેનેના જન્મદિવસને લઈને તેમના લગ્નની ખાસ તસવીરો રજૂ કરવામાં આવે છે.