Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

લૂટેરાના કારણે રણવીર-સોનાક્ષી મૂકાયાં ટેન્શનમાં!

Source: esha razdan   |   Last Updated 8:18 PM (08/02/2012)
 
 
 
 
 

ફિલ્મને કારણે બંને સ્ટાર્સની રાતોની ઊંઘ થઈ હરામ!



રણવીર સિંઘ અને સોનાક્ષી સિન્હા સહિત ‘લૂટેરા’નું આખું યુનિટ બંગાળના ગ્રામ્ય વિસ્તારમાં શૂટિંગ કરવામાં મુસીબતનો સામનો કરી રહ્યું છે. શૂટિંગનું લોકેશન કોલકાતાથી ચાર કલાકના અંતરે આવેલો છે. તેથી, હોટેલથી રોજ લોકેશન સુધી જવામાં જ ઘણો સમય થઈ જાય છે.

ફિલ્મના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, ‘ફિલ્મનું આખું યુનિટ વહેલી સવારે લગભગ ચાર વાગ્યે હોટેલથી નીકળી જાય છે અને છેક રાતે નવ વાગ્યે હોટેલ પરત ફરે છે. આ દરમિયાન કલાકારો અને યુનિટને જમવાનો અને બીજા દિવસના શૂટિંગની તૈયારી કરવાનો ભાગ્યે જ સમય મળે છે. હોટેલ પર પહોંચીને બધાં સીધાં જ પથારીભેગાં થઈ જાય છે. કેટલીક વખત તો માંડ ત્રણ-ચાર કલાક સૂવા મળે છે.’

આવી મુશ્કેલીને કારણે શૂટિંગનું શિડ્યૂલ લાંબુ ખેંચાયું છે. અધૂરામાં પૂરૂં ફિલ્મની નિર્માત્રી એક્તા કપૂર સમયસર ફિલ્મ પૂરી કરવા દબાણ કરી રહી છે, જેથી આ ફિલ્મને યશ ચોપરાના દિગ્દર્શન હેઠળ બની રહેલી શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ પહેલાં રિલીઝ કરી શકાય.


Related Articles:

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ગણતંત્રની ઉડાવી મજાક!
વિશ્વાસ નહીં કરો....ક્યારેક આવી દેખાતી હતી સોનાક્ષી!
સોનાક્ષી કરે છે સલમાનની નિકટ હોવાનો ‘ઢોંગ’?
ટ્રેન પકડવા માટે દબંગ ગર્લ સોનાક્ષી દોડી પ્લેટફોર્મ પર
સલમાનની સલાહ માની અને આ રીતે ફિલ્મજગતમાં કૂદી પડી સોનાક્ષી
જોતી રહી ગઈ અનુષ્કા અને તેની 'પ્રોપર્ટી' લઈ ગઈ સોનાક્ષી!


 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 8

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.