BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Know Interesting Facts About Indian Lady Gaga

આ બિન્દાસ્ત ગર્લને ઓળખો છે કે નહીં, રસપ્રદ માહિતી સાથે જુઓ હોટ તસવીરો

1 of 21 Photos

ગાયન ક્ષેત્રમાં લેડી ગાગાનું ઈન્ડિયન વર્ઝન એટલે ભારતીય સિંગર નેહા ભસીન. નેહા ભસીન ભારતીય સિંગર, સોંગ વ્રાઈટર, પર્ફોમર, ટીવી હોસ્ટેસ છે અને ઈન્ડિયન પોપ ગર્લનું ગૃપ 'વિવા'ની એક સભ્ય હતી. યશરાજની 'મેરે બ્રધર કી દુલ્હન' ફિલ્મમાં 'ધુણકી ધુણકી લાગે' ગીત નેહા ભસીને ગાયું છે, સંજય ગઢવીની 'લક' ફિલ્મમાં 'આઝમા લક આઝમા' ગીત પણ નેહાએ ગાયેલું છે. મધુર ભંડારકરની 'ફેશન' ફિલ્મમાં 'કુછ ખાસ હૈ કુછ પાસ હૈ' ગીત પણ નેહાએ ગાયું છે.  

દિલ્હીના પંજાબી ખત્રી પરિવારમાં નેહા ભસીનનો જન્મ 1982માં નવેમ્બર મહિનામાં થયો છે. તેના પિતાનું નામ અશોક ભસીન અને માતાનું નામ રેખા ભસીન છે. તેને એક મોટી બહેન અને એક નાનો ભાઈ છે. સૌ પહેલાં નેહા દિલ્હીની ધ ફ્રેન્ક એન્થોની પબ્લિક સ્કૂલમાં ભણતી હતી જેમાં એક સુપરસ્ટાર પર્ફોમર તરીકે પોતાને જોવા માગતી હતી. ત્યાર બાદ લેડી શ્રી રામ કોલેજ ફોર વૂમન, ન્યૂ દિલ્હીમાં સોશ્યોલોજી હોનર્સમાં સ્નાતક ડિગ્રી મેળવી હતી.

નેહા ભસીને અત્યાર સુધીમાં બોલિવૂડ, કોલિવૂડની ઘણી ફિલ્મોમાં તેનો મધુર અવાજ પાથરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. નેહાને ફેસબૂક પર તેના ફોટા અપલોડ કરવા ખૂબ પસંદ છે. ફેસબૂક પર તે તેના ફેન સાથે કોન્ટેસ્ટ પણ રાખે છે અને જે વિજેતા બને તેને મળવાની તક પણ આપે છે.

નેહા ભસીન વિશે રસપ્રદ માહિતી વાંચવા તસવીરો આગળ બદલતાં જાવ...
તસવીરો: ફેસબૂક પર નેહા ભસીનના ઓફિશ્યલ પેજ પરથી


Your Opinion
 
 
Code:
5 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment