દક્ષિણ ભારતમાં કેટરિના કૈફના ચાહકો માટે એક માઠા સમાચાર છે. તાજેતરમાં ‘ચિકની ચમેલી’ કેટરિના દક્ષિણ ભારતના મહારથી કલાકારો કમલ હસન અથવા રજનીકાંત સાથે ફિલ્મ સાઈન કરનાર હોવાના વાવડ સાંભળીને સાઉથના ફિલ્લમપ્રેમીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. પરંતુ એ ખબરો કન્ફર્મ કરવા કેટરિનાને પૂછતાં તેણે આ સમાચારને રદિયો આપ્યો હતો.
કેટરિનાએ સાઉથની બે ફિલ્મો પાંચ કરોડ રૂપિયા ફી ચાર્જ કરીને સાઈન કર્યાના સમાચાર ફેલાયા હતા. પરંતુ કેટરિનાએ આવા અહેવાલોને રદિયો આપ્યો હતો.કેટરિના અત્યારે મધ્ય અમેરિકાના દેશ ‘ક્યુબા’માં યશરાજ ફિલ્મ્સની ‘એક થા ટાઈગર’ માટે સલમાન ખાન સાથે શૂટિંગ કરી રહી છે.ત્યાં તેણે એક અખબારના સંવાદદાતાને જણાવ્યું હતું કે ‘‘દક્ષિણની એ કહેવાતી ફિલ્મોની બાબતે કોઈએ મને કે મારા મેનેજરને વાત કરી નથી.’’
રજનીકાંતની દીકરી સૌંદર્યાના નિર્માણમાં બનતી ફિલ્મ ‘કોચાડાઈયાન’માં રજનીકાંતની સાથે મુખ્ય ભૂમિકા માટે કેટરિનાનો સંપર્ક કરાયો હોવાની ચર્ચા હતી. સૌંદર્યાને એક અખબારે એમ કહેતાં ટાંકી હતી કે ‘‘કેટરિના આ ફિલ્મ સાઈન કરવા ઉત્સુક છે. એ સ્ક્રિપ્ટથી ખૂબ આકષૉઈ છે.’’
પરંતુ છેલ્લી ખબર મુજબ એ ફિલ્મ માટે દીપિકા પદુકોણને પસંદ કરાઈ છે. સૌંદર્યાએ પણ ‘‘ટિવટર’પર લખ્યું હતું કે કોચાડાઈયાન’માં ‘અપ્પા’ની જોડીમાં દીપિકા પદુકોણને પસંદ કરાઈ છે.’’