
તદ્દન નવા જ લૂકમાં બેબોના આકર્ષક અંદાજ તરફ નજર તો કરો!
આ અઠવાડિયે ઈમરાન ખાન અને કરિના કપૂરની ‘એક મૈં ઔર એક તૂ’ રિલીઝ થઈ રહી છે. ફિલ્મની વાર્તા અમેરિકન રોમેન્ટિક કોમેડી ‘વ્હોટ હેપન્સ ઈન વેગાસ’ને મળતી આવે છે.
રાહુલ કપૂર (ઈમરાન ખાન) તેના માતા-પિતા સાથે વેગાસમાં રહે છે. તે માતા-પિતાથી ડરે છે, અને સાથે જ તેમના જેવો પણ બનવા માંગે છે. એક દિવસ તે નોકરી ખોઈ બેસે છે. ડરના કારણે તે ઘરમાં જણાવ્યા વિના જ બીજી જોબ શોધવા માંડે છે. આ દરમિયાન તેની મુલાકાત ખુશમિજાજ, ધનવાન અને બિન્દાસ રાયના બ્રિગેન્ઝા (કરિના કપૂર) સાથે થાય છે.
નાતાલની ઊજવણી દરમિયાન મોજ-મજામાં રાહુલ અને રાયના વધુ પડતો દારૂ પી લે છે. બંને સાથે રાત ગાળે છે અને સવાર પડતાં તેમણે લગ્ન કરી લીધાં હોવાનું ભાન થાય છે. રાહુલે હવે જોબની સાથે લગ્નની વાત પણ માતા-પિતાથી છૂપાવવાની છે. બંને છૂટાછેડા લેવા માટે કોર્ટમાં જાય છે, પણ કોર્ટમાં પણ તેમને દસ દિવસ પછીનો સમય આપવામાં આવે છે.
આ દરમિયાન બંને હસી-મજાકની સાથે લડાઈ-ઝઘડા કરે છે, અને ઘણી જ મોજમજા કરે છે. પરંતુ, અનિચ્છા છતાં બંને વચ્ચેની નિકટતા વધી જાય છે. આ દરમિયાન વાર્તામાં નવા-નવા વળાંકો આવ્યા કરે છે.
ફિલ્મના ટ્રેલરમાં બેબો બિલકુલ ફ્રેશ લુકમાં જોવા મળે છે. ઈમરાન સાથેની તેની જબ્બરદસ્ત કેમિસ્ટ્રી પણ ચર્ચાનો વિષય બની છે. જુઓ, ફિલ્મની કેટલીક દિલચસ્પ તસવીરોમાં કરિનાનો મોજીલો અને આકર્ષક અંદાજ...







