કરિના કપૂર ફક્ત કપૂર પરિવારની કન્યા જ નથી પણ બોલિવૂડમાં તેની પોતાની અલગ ઈમેજ પણ ધરાવે છે. પણ આ જગ્યા સુધી પહોચવું તેનાં માટે સહેલું નહતું. તેણે બોલિવૂડમાં તેનું આ સ્થાન મેળવવાં ઘણી મહેનત કરી છે. તેથી જ તે હવે બોલિવૂડની ટોપ હિરોઈનની લીસ્ટમાં નામ ધરાવે છે.
તે ટુંક સમયમાં જ નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટર મધુર ભંડારકર સાથે કામ કરશે તેમજ તેનાં બોયફ્રેન્ડ સૈફ અલી ખાનની ફિલ્મ એજન્ટ વિનોદમાં પણ જોવા મળશે. થોડા સમય પહેલાં જ મળેલાં સમાચાર પ્રમાણે તેને ફ્ક્ત ટોપ સ્ટાર સાથે જ કામ કરશે તેવાં સમાચાર મળ્યાં હતા. ટોપ સ્ટાર જેવાં કે સલમાન, આમિર, શાહરૂખ અને અક્ષય સાથે જ તે કામ કરશે.
ભલે કરિના કરતાં કેટરિનાની માંગ વધારે હોય અને તેનો બોલિવૂડ ગ્રાફ વધુ સારો હોય. તે ક્યારેય તેનાં હિરો બાબતે ચ્યુઝી થઈ નથી. પણ તેનું નસિબ જ એટલું જોર કરે છે કે તેને બોલિવૂડનાં મોટા માથા સાથે જ કામ કરવાની તક મળતી રહે છે.
એનો અર્થ એ થાય કે કેટરિના હમેશાં તેનાં રોલ પર વધુ ધ્યાન આપે છે. કો-સ્ટાર પર નહી જ્યારે કરિના તેનાં કો-સ્ટારને લઈને વધુ સજાગ રહે છે?