કેટલાંક દિવસો પહેલા જ મુંબઈ એરપોર્ટ પર એકદમ લુઝ ટી શર્ટ પહેરેલી કરિના કપૂરની તસવીરોને લઈને ચર્ચા થતી હતી કે, તે ગર્ભવતી છે. આ તસવીરોમાં કરિના કપૂર પેટને શાલથી છુપાવવાનો પ્રયાસ કરતી હતી. જેને કારણે લોકો અફવા ઉડાવા લાગ્યા હતા.
અફવાઓને કારણે દુખી કરિનાએ કહ્યું હતું કે, એક તસવીર જોઈને લોકો આટલી મોટી વાત કઈ રીતે કહી શકે. આ વાત તદ્દન બકવાસ છે. તે ગર્ભવતી નથી.
તો કેટલાંક લોકો માની રહ્યા છે કે, બેબોની તસવીર ખોટા એન્ગલથી લેવામાં આવી હતી અને તેથી જ તે જાડી લાગે છે.
કરિનાએ 20 ફેબ્રુઆરીથી લગભગ એક મહિના સુધી પોતાની ડેટ્સ મધુર ભંડારકારને આપી છે. તે એક મહિનો હિરોઈનના શૂટિંગમાં વ્યસ્ત રહેશે. જો તે ગર્ભવતી હોય તે શૂટિંગમાં કઈ રીતે ભાગ લઈ શકે.