
હૃદયને જીતનારો કે જે પોતાની આંખો થકી લોકોને સન્મોહિત કરી દેનારો અભિનેતા શાહરુખાન પોતાની આગામી ફિલ્મ ડોન-2ના પ્રોમોશન માટે દિવ્યભાસ્કરની નોએડા સ્થિત ઓફિસે આવ્યો હતો. જ્યાં તેણે ફિલ્મ સહિત કેટલીક અંગત બાબતો અંગે વાતો કરી હતી.
જ્યારે શાહરુખને પુછવામાં આવ્યું કે શું તે ખરા અર્થમાં કોઇ ડોનને મળ્યો છે ખરો? ત્યારે તેનો જવાબ શાહરુખે પોતાના અસલ અંદાજમાં આપ્યો હતો. જ્યારે તને રીયલમાં ડોન મળ્યો ત્યારે શું બન્યું હતું, તો શાહરુખે કહ્યું કે, હું ઘણા ડોનને મળ્યું છું. તેઓ યારોના યાર છે અને દુશ્મનોના દુશ્મન હોય છે. તેમની રસપ્રદ વાત એ છે કે બે પ્રકારના ડોન હોય છે. એક જે ટોચ લેવલના હોય છે તેઓ બોલવામાં સૌમ્ય હોય છે અને બીજા જે બોટમ લેવલના હોય છે તેઓ બહું દેકારો અને ઘમકાવવાવાળા હોય છે.
શાહરુખે સલમાનની ફિલ્મ બોડીગાર્ડને કહી 'ટપોરી છાપ'