Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

એક રાજકુમારીની જેમ રચાવીશ મારો સ્વયંવર: વીણા મલિક

Source: Rohit Tivari   |   Last Updated 6:05 PM (19/12/2011)
 
 
 
 
 

પાકિસ્તાની વિવાદિત આઈટમ ગર્લ અને ભારતમાં 'બિગ બોસ-4'થી પોતાની ઓળખ બનાવી હતી. તે બાદ વીણાએ બોલિવૂડની ઘણી ઓફર મળી, પણ તેણે આ બધી જ ઓફર ફગાવી દીધી હતી અને થોડા સમય બાદ તે 'ક્રિકેટ વર્લ્ડ કપ' સંબંધિત એક 'ઈન્ડિયા ટીવી'ના કાર્યક્રમમાં હોસ્ટ તરીકે નજર આવી હતી. અને હવે પાછી તે ઈન્ડિયા આવી ગઈ છે અને આ વખતે તે 'ઈમેજિન'ના શો 'સ્વંયવર'ની ચોથી સીઝન 'વીણા કા વિવાહ'માં નજર આવી હતી.

હાલમાં જ વીણાની મુલાકાતમાં તેણે કેટલાંક પર્સનલ તો કેટલાંક પ્રોફેશનલ સવાલોના જવાબ આપ્યાં હતાં.

*'બિગ બોસ 4' બાબતે પાકિસ્તાનમાં તારી ઘણી આલોચના થઈ હતી શું આ સાચી વાત છે?આ મુદ્દે હું આપને વધુ કંઈ જણાવવા માંગતી નથી. ત્યાં જે લોકોને 'બિગ બોસ 4' વિશે ખરી જાણકારી ન હતી તે લોકોએ થોડી બવાલ કરી હતી. આ વિશે ત્યાં પહોંચ્યાં બાદ મે તેમની સાથે વાત કરી ત્યારે તેમની ગેરસમજ દુર થઈ ગઈ હતી.

*'સ્વયંવર 4'માં કોઈ પાકિસ્તાની યુવક પણ પાર્ટિસિપેટ કરી રહ્યાં છે?હું તો ઈચ્છુ છું કે આ શોમાં દુનિયા ભરના લોકો ભાગ લે, તેથી વધુમાં વધુ પુરુષોમાંથી હું મારા એક મિસ્ટર રાઈટને પસંદ કરી શકું. 'ઈમેજિન' ટીવીના આ શો એક એવો શો છે જેમાં કોઈ વ્યક્તિ જુઠ્ઠુ બોલીને પરણી શકતો નથી. ગમે તે કરે તેનું જુઠ્ઠાણું પકડાઈ જ જાય છે. મારા મતે આ શો આપને યોગ્ય વર પસંદ કરવામાટે ઉત્તમ છે. હું ખરેખરમાં ઈચ્છું છું કે મારા દેશનો કોઈ યુવક આ શોમાં પાર્ટિશિપેટ કરે. જોકે, મને એ નથી ખબર કે પાકિસ્તાન માંથી કોઈએ યુવકે પાર્ટ લીધો છે કે નહીં.

*'સ્વયંવર'ની ગત સીઝનમાં અત્યાર સુધી જે યુવતીઓએ પાર્ટ લીધો છે તેમાંથી કોઈએ રિઅલ લાઈફમાં લગ્ન કર્યા નથી, શું તું પણ એવું જ કરવાની છું?લોકોએ પહેલાં શું કર્યું તેનાથી મને કોઈ જ મતલબ નથી. હું આ શોમાં શું કરવાની છું, તે હું પહેલેથી નથી કહીં શકતી. અન્ય લોકોથી કંઈક અલગ પણ કરી શકું છું. આજે જે 'સ્વયંવર' યોજાઈ રહ્યાં છે તે પહેલાના સમયમાં ફક્ત શહજાદિયો, રાજકુમારીઓને જ આવી તક મળતી હતી. આ જમાનામાં તો છોકરીઓએ ફક્ત 3 -4 છોકરા જોવાના હોય છે અને તેમાંથી એકને પોતાનો જીવન સાથી નક્કી કરી લેવાનો હોય છે. તેવામાં જ્યારે મને રાજકુમાર પસંદ કરવાની આવી તક મળી છે તો હું તેનો જરૂરથી લાભ ઉઠાવીશ.

*શું તું ભારતીય હિંદુ છોકરા સાથે લગ્ન કરવાનું પસંદ કરીશ? એવું બન્યું તો શું તારો દેશ આ મુદ્દે કોઈ વિરોધ નહીં કરે?હું તો ફક્ત માણસ અને તેની માણસાઈથી પ્રેમ કરવામાં માનું છું. મારા માટે તે વાત કોઈ જ મહત્વની નથી કે તે વ્યક્તિ કયા ધર્મને માને છે કે કયાં દેશમાંથી આવે છે.

વાત રહીં વિરોધની તો આ મારું અંગત જીવન છે. તે માટે મારે કોઈના નિર્ણયની જરૂર નથી. હું ફક્ત એ વાતનું ધ્યાન જરૂર રાખું છું કે મારાથી કોઈ ભૂલ ન થઈ જાય.

*શિવસેના અને મનસે જેવી રાજકીય પાર્ટીઓથી બચવા તો તે ક્યાંક એક મહારાષ્ટ્રિયન છોકરી દત્તક લીધી હતી?એવું કંઈ નથી. હું 2005માં ચેરિટી ટ્રસ્ટ સાથે કામ કરી રહીં છું. ભારતીયો માટે કદાચ આ નવી વાત હશે પણ હું પાકિસ્તાનમાં પણ સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાયેલી છું. 'ડબ્લ્યૂએચઓ' (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) સાથે પણ મે કામ કર્યું છે. તે માટે પાકિસ્તાન સરકારે મારા કામના વખાણ પણ કર્યાં હતાં.

એક વખત પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. જેમાં ઘણાં બાળકો બેઘર થઈ ગયાં હતાં. તેમાંથી બે બે બાળકોને દત્તક લીધા હતાં. આ રીતે મે ઈન્ડિયામાં પણ એક બાળકીને દત્તક લીધી છે. મને આ કામ કરવું ગમે છે અને તેમાં કંઈ ખોટું નથી. હું ભવિષ્યમાં અન્ય કોઈ દેશોના નિરાધાર બાળકોને પણ દત્તક લેવાં ઈચ્છીશ.


 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 5

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.