
માયા ખાને પાર્કમાં બેઠેલા યુગલોને તેમના સંબંધો અંગે સવાલ કર્યા હતા
પાકિસ્તાનમાં એક ટીવી હોસ્ટને ચેનલે કાઢી મૂકી છે. પાકિસ્તાનમાં સમા ચેનલ પર પ્રસારિત થતા આ કાર્યક્રમનો વિરોધ થતાં તેને નીકાળી કાઢવામાં આવી છે.
એક એપિસોડમાં હોસ્ટ માયા ખાને પાર્કમાં બેઠેલા યુગલોને તેમના સંબંધો અંગે સવાલ કર્યા હતા. તેણે પૂછ્યું હતું કે, શું તેઓની વચ્ચે અનૈતિક સંબંધો છે.
હોસ્ટ માયએ લાહોરના એક પાર્કમાં બેઠેલા યુવાનોને સવાલ કર્યા હતા કે, શું તેઓએ લગ્ન કર્યા છે, તેઓના માતા-પિતાને આની જાણ છે.
31 વર્ષીય માયાને પાકિસ્તાનમાં નિગરાની ચાચી કહેવામાં આવે છે. આવા જ એક અન્ય દ્રશ્યમાં માયાએ એક યુગલને સવાલ કર્યો હતો, તો તેઓએ જવાબ આપ્યો હતો કે, તે પરણિત છે. તો માયાએ લગ્નનું પ્રમાણપત્ર બતાવવાની વાત કરી નાખી હતી.
ચેનલ પર આ શોનું પ્રસારણ થયા બાદ દર્શકોએ વિરોધ ઉઠાવ્યા હતો. હજારોની સંખ્યામાં ઈન્ટરનેટ પર વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. આ શો 17મી જાન્યુઆરીના રોજ પ્રસારિત થયો હતો. શોના પ્રસારણના કેટલાંક કલાકો બાદ માયા ખાન રાજીનામુ આપે તેવી વાત થઈ હતી.
પહેલા તો હોસ્ટે આ બાબતને હઠધર્મિતા અને ટીકાકારોને કુલીન કહ્યા હતા.
ચેનલના જણાવ્યા પ્રમાણે, માયાએ બિનશરતી માફી માંગવાનો ઈનકાર કરતા તેની હકાલપટ્ટી કરવામાં આવી હતી.
વીડિયો સાભાર - સમા ટીવી
Related Articles:
પાક. ટીવી હોસ્ટ સામે રોષ ભભૂકયો
'બિગ બોસ'નો માસ્ટર ગેમ પ્લાન જાહેર, શોનાલી બનશે હોસ્ટ!
રીતિકના શોમાં હોસ્ટ અને ડાન્સર વચ્ચે થશે ઈલુ ઈલુ?
બિગ બોસ 5ને સલમાન-સંજુબાબા સાથે મળીને કરશે હોસ્ટ