
| Story સ્ટોરીઃ આ ફિલ્મ બંગાળી લેખક સુજિત સેને લખેલી સત્યઘટના ઉપર આધારિત છે. ‘સ્ટેઇંગ અલાઈવ’ની વાર્તા આઇસીસીયુમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા બે હાર્ટ પેશન્ટ્સની આસપાસ ફરે છે. આદિત્ય રોય (અનંત મહાદેવન) પત્રકાર છે. ત્રીજો હાર્ટએટેક આવતાં તેને હોસ્પિટલના ઇન્ટેન્સિવ કાર્ડિયાક કેર યુનિટમાં રાખવામાં આવે છે. તેની બાજુમાં જ અન્ડરવર્લ્ડના ડોન શૌકત અલી (સૌરભ શુક્લા)ને દાખલ કરવામાં આવ્યો છે. બંનેની પત્નીઓ શિરિન અલી (નવની પરિહાર) અને મિસિઝ રોય (સુનિતા) પતિના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરે છે. સારવાર દરમિયાન આ બંને દર્દીઓ વચ્ચે થયેલી રસપ્રદ વાતચીત તેમની જિંદગી જડમૂળથી બદલી નાંખે છે. સ્ટોરી ટ્રિટમેન્ટઃ સંદેશ આપતી ફિલ્મ હોવા છતાં ‘સ્ટેઇંગ અલાઈવ’ કંટાળાજનક નથી બની રહેતી. જીવનનો ભરપૂર આનંદ ઊઠાવવાનો સંદેશ ફિલ્મમાં ઘણી હળવી રીતે આપવામાં આવ્યો છે. કટાક્ષ અને રમૂજી પ્રસંગો ફિલ્મને હળવી અને જોવાલાયક બનાવે છે. ફિલ્મનું નકારાત્મક પાસું એ છે કે કેટલાક તબક્કે ફિલ્મ કંટાળાજનક લાગે છે, જે સ્ક્રીનપ્લેને લાંબો બનાવે છે. સ્ટારકાસ્ટઃ અનંત નારાયણ મહાદેવન પોતાના પાત્રોને ન્યાય આપવા માટે જાણીતા છે, અને આ ફિલ્મમાં પણ તેમનો અભિનય પ્રશંસનીય રહ્યો છે. સૌરભ શુક્લાએ ગેંગસ્ટરના જીવંત પાત્રને બખૂબી ભજવ્યું છે. ફિલ્મમાં તેણે કેટલીક રમૂજ પણ સર્જી છે. નવની પરિહાર અને સુનિતાનો અભિનય પણ સારો છે. સૌરભના પુત્ર અલ્તાફનું પાત્ર ભજવનાર ચંદન રોય સન્યાલે નોંધપાત્ર અભિનય કર્યો છે. ડિરેક્શનઃ દિગ્દર્શક તરીકે સતત ફ્લોપ ફિલ્મોની હારમાળા સર્જનાર અનંત મહાદેવને ફિલ્મમાં સંવેદનશીલ મુદ્દો અસરકારક રીતે રજૂ કર્યો છે. ફિલ્મનું કથાવસ્તુ તેણે આત્મસાત્ કર્યું છે. રમૂજી વાર્તાલાપ ચાલતો હોય છે ત્યાં અધવચ્ચે આદિત્યની તબિયત લથડે છે તે દ્રશ્ય અદ્ભૂત રીતે ફિલ્માવવામાં આવ્યું છે. પણ, અગાઉ જણાવ્યું કે વધુ પડતો લાંબો સ્ક્રીનપ્લે ફિલ્મની મજા મારી નાંખે છે. સંગીત/સિનેમેટ્રોગ્રાફી/સંવાદો/એડિટીંગ: બેકગ્રાઉન્ડ ગીત અને અનંત કવિતા વર્ણવે છે, તે ખરેખર સુંદર છે. સિનેમેટોગ્રાફી ઠીક-ઠીક છે. ફિલ્મના ડાયલોગ તેનો આત્મા છે. એડિટિંગ નબળું છે. ત્રણ હકારાત્મક-નકારાત્મક બાબતો: સુંદર રજૂઆત, અસરકારક ડાયલોગ, પ્રભાવશાળી પર્ફોર્મન્સ અને હળવું સંગીત ફિલ્મનાં સબળ પાસાં છે. પરંતુ, સ્ક્રીનપ્લે, એડિટિંગ અને સિનેમેટોગ્રાફી ફિલ્મની મજા મારી નાંખે છે.
|
|


