
| Story
સ્ટોરીઃ ફિલ્મની સ્ટોરી સિટી હોસ્પિટલની છે. જે હાંજા ગગડાવી દે તેવી હત્યાઓની સાક્ષી છે. ડો. સુહાની(સયાલી ભગત) હોસ્પિટલમાં બનતી અસ્વાભાવિક ઘટનાઓને અનુભવે છે. એક રાત્રે રાક્ષસી પ્રકૃતિ દ્વારા કરવામાં આવેલી એક ચિત્રી ચઢે તેવી હત્યાને જોઇને તે અવાક થઇ જાય છે. એક ટોચની તપાસ એજન્સીને આ કેસ સોંપવામાં આવે છે. એજન્સીએ આ કેસ માટે પોતાનો સૌથી કાબેલ ગણાતા અધિકારી વિજય સિંઘ(સાઇની આહુજા)ને નિયુક્ત કરે છે. તે હત્યા કોણ કરે છે તેની શોધમાં લાગી જાય છે. સ્ટોરી ટ્રીટમેન્ટઃ ફિલ્મમાં છેતરપિંડી અને બદલા વીશે જણાવતી સામાન્ય સ્ટોરી છે, પરંતુ બાદમાં તે ઓરિજીનલ સ્ક્રિપ્ટને વિકૃત રીતે રજૂ કરાતા વિચારોનું ચોખ્ખું ઉદાહરણ બની જાય છે. હોરર ફિલ્મના ઘણા બધા પાસાઓ કે જે બદલો, કર્મ અને ફિલોશોફીને રજુ કરે છે તેને અપૂર્ણ રીતે બતાવાતા ફિલ્મ ટેસ્ટલેસ બની જાય છે. ફિલ્મનો પ્રથમ ભાગ સ્ટોરી સાથેનું જોડાણ ઉભુ કરવામાં ફેડફાયો છે, અને બે મુખ્ય પાત્રો વચ્ચે કેમેસ્ટ્રી ઉભી કરવામાં પણ નીષ્ફળ જાય છે. બીજા ભાગમાં કેટલીક થ્રીલ ઘટનાઓ ઉભી થાય છે પરંતુ તે ઘણી મોડી છે. સ્ટોરી કાસ્ટઃ ઘોસ્ટ ફિલ્મ શાઇની આહુઝાની બોલિવુડની સેકન્ડ ઇનિંગની શરૂઆત કહી શકાય, પરંતુ ફિલ્મ તેને મુશ્કેલી વમણોમાંથી બહાર લાવવામાં કદાચ મદદ નહીં કરી શકે. શયાલી ભગતની ડાઇરેક્ટર દ્વારા અવગણના કરવામાં આવી છે. જેના કારણે દર્શકો પણ તેને નોટીસ નહી કરી શકે. શયાલી અને શાઇનીની કેમેસ્ટ્રીના કારણે ફિલ્મનો જે મુખ્ય પ્રકાર છે તે મરી જાય છે. જુલિયા બ્લિસ પોતાના પાત્રને જીવંત બનાવી દે છે, ફિલ્મના સ્પેશિયલ ઇફેક્ટ સારા છે. જે તેના ઘોસ્ટ તરીકેના દાખેવને રજૂ કરવામાં સફળ નિવડ્યા છે. ડિરેક્શનઃ પુજા જતિન્દર બેદી બોલિવુડ મસાલા સાથે હોરર રોમેન્ટિક ફિલ્મ બનાવવા પ્રયાસ કરે છે, જેનો અંત વિકૃત ભુલો સાથે થાય છે. કેટલાક હોરર સીન ખોટા ઇમોશન્સ ઉભા કરે છે અને ત્યાર બાદ તે માત્ર હાસ્ય ઉપજાવે તેવા બની જાય છે. ફિલ્મમાં ઇસ્યુની કન્ટીન્યુટી દર્શાવવામાં અને અકાલ્પનિક પરિસ્થિતિને ઉભી કરવામાં ડિરેક્ટર નિષ્ફળ જાય છે. જેમ કે, પરોઢિયાના ત્રણ વાગ્યે ડોક્ટર વ્યસ્ત સિટી હોસ્પિટલમાં એક પણ સ્ટાફ વગર ડોક્ટર રાઉન્ડમાં નિકળે છે, અને એ પણ ડાર્ક કોરીડોરમાં. જે દર્શાવવામાં ડિરેક્ટર નિષ્ફળ ગયા છે. ડાયલોગ્સ/સિનેમેટોગ્રાફી/મ્યુઝીકઃ ફિલ્મના ડાયલોગ્સ નિર્જીવ અને કંટાળાજનક છે. સિનેમેટોગ્રાફી ઠીક છે. જ્યારે રફ એડીટીંગ મદદરૂપ નથી. મ્યુઝીક યાદ રાખવા જેવું નથી. જો કે, બેકગ્રાઉન્ડ મ્યુઝીક હોરર સીનને મદદકર્તા છે. ત્રણ અપ્સ અને ડાઉન્સઃ હોરર જેનર સાથે કરવામાં આવેલા સ્પેશિયલ ઇફેક્ટ્સ અખતરો સારો છે. જે લોકો કેટલાક હોરિફાઇંગ મોમેન્ટને જોવાનું ચુકી ગયા છે તે આ ફિલ્મ જોવા જઇ શકે છે. બાકી આ ફિલ્મ પાસેથી કોઇ મોટી આશા રાખી શકાય તેમ નથી. જે લોકોને ક્રુરતા ભરી ફિલ્મો જોવાનો રસ નથી તેઓ આ ફિલ્મ ન જુઓ. જેઓ શાઇની આહુઝાના ચાહક છે તેમને આ ફિલ્મમાં તેની પાસેથી કંઇજ નવું મેળવી શકશે નહીં. |
|


