
| Story બહુઅપેક્ષિત સિક્વલમાંની એક ફિલ્મ 'ડોન 2' દ્વારા ફરહાન અખ્તર નિર્દેશક તરીકે 'રોક ઓન' પછી પાછો ફરી રહ્યો છે. પહેલી ફિલ્મનાં બધા જ મુખ્ય કલાકારો આ સિક્વલમાં પણ જોવા મળશે સિવાય કે અર્જુન રામપાલ. કુનાલ કપૂર અને લારા દત્તા આ સિક્વલમાં નવા જોવા મળશે. ફિલ્મમાં ઘણા ખતરનાક સ્ટંટ હોવાનો દાવો કરાઈ રહ્યો છે જેમાં એક સીનમાં શાહરૂખ 300 ફિટ ઊંચી બિલ્ડિંગ પરથી કૂદકો મારશે. પહેલી ફિલ્મમાં 11 દેશોની પોલિસ ડોનની પાછળ હોય છે જ્યારે આ ફિલ્મમાં 132 દેશ આંતરરાષ્ટ્રિય ગુનેગારની શોધમાં હોય છે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ બર્લિનમાં થઈ રહ્યુ છે અને રીતિક રોશન કેમિયોની ભૂમિકામાં જોવા મળશે. |
|


