બોલિવૂડની જાણીતા અભિનેતા અને ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર રવિ કિશન આજે સફળતાની ટોચ પર છે. એક બાજુ તે ભોજપુરી ફિલ્મ્સમાં કામ કરે છે, તો બીજી બાજુ હિંદી ફિલ્મ્સમાં તેને એકથી ચઢિયાતી એક ઓફર્સ મળી રહી છે. ભોજપુરી સિવાય રવિ કિશનની હિંદી ફિલ્મ્સ 'મહોલ્લા 80' અને 'જીલ્લા ગાઝિયાબાદ' રીલિઝ થવાની છે.
ફિલ્મ્સમાં પોતાના અભિનયને કારણે લોકોમાં જાણીતો બનેલો રવિ પોતાની મહેનતને કારણે અનેક મુકામ હાંસિલ કરી રહ્યો છે. તો તે પરિવારને પણ પૂરતો સમય આપી રહ્યો છે. ઘર અને ઓફિસ સજાવવાનો શોખ રવિને ઘણો જ છે.
મુંબઈનાં અંધેરીસ્થિત જાનકી દેવી બસ સ્ટોપ આગળ બંગલા નંબર 122 એ તેની ઓફિસ છે. ઓફિસની અંદર જોતાં જ ચાહકોની આંખો પહોળી થઈ જાય છે. અહીંયા એક બાજુ હર્લે ડેવિડ્સન ઉભી છે, તો બીજી બાજુ ટીવી, સોફા અને એવોર્ડ્સનું કલેક્શન છે. જોકે, રવિ આ બંગલામાં રહેતો નથી. તે પોતાના પરિવાર સાથે ગોરેગાંવસ્થિત બીજા ઘરમાં રહે છે.
દિવ્યભાસ્કરડોટકોમ પોતાના વાચકો માટે ખાસ રવિ કિશનના બંગલા નંબર 122ની એક્સક્લૂઝિવ તસવીરો લઈને આવ્યું છે.....