26 વર્ષીય રાહુલ કપૂર (ઈમરાન ખાન) પોતાના માતા-પિતા જેવો જ બનવા માંગે છે પરંતુ વેગાસમાં અચાનક જ તેની આર્કિટેકની નોકરી જતી રહે છે. નોકરી જતી રહેવાથી રાહુલ ડરી જાય છે.
તે આ વાત પોતાના માતા-પિતાને કહેતો નથી અને નવી નોકરી શોધવા લાગે છે. આમાં જ તેના જીવનમાં અનેક વળાંકો આવે છે. તે હેરસ્ટાઈલિસ્ટ રાયના (કરિના)ને મળે છે. તેઓ ક્રિસમસની સાંજે મળે છે અને તેઓ સાથે દારૂ પીવે છે અને નશામાં ચકચૂર બનેલા આ બંને રાત્રે લગ્ન પણ કરી લે છે.
રાહુલે અત્યાર સુધી પોતાની નોકરી છૂટી તે વાત જ માતા-પિતાથી છુપાવીને રાખી હતી પરંતુ હવે તેણે આ વાત પણ છુપાવવી પડશે. રાહુલ અને રાયના બંને 10 દિવસની અંદર કોર્ટમાં છૂટાછેડા લેવાનું નક્કી કરે છે. આ સમય દરમિયાન તેમની વચ્ચે ચર્ચા, દલીલો થાય છે અને તેઓ મિત્ર બની જાય છે.
હવે, જોવાનું એ છે કે, આ મિત્રતા પ્રેમમાં પરિણમે છે?
શું રાહુલ પોતાના માતા-પિતાને સાચી હકીકત જણાવી શકશે?
દારૂના નશામાં કરેલી ભૂલને સ્વીકારને તેઓ લગ્ન બંધનને સ્વીકારશે?