‘સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે દીપિકા’,કહ્યું રજનીએ!
કેટરિનાને ઓફર થયેલો રોલ દીપિકાને મળ્યો હોય, એવું આ બીજી વખત બન્યું છે. સુપરસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ ‘કોચેડૈયાન’માં હીરોઇનનો રોલ સૌપ્રથમ કેટને ઓફર થયો હતો, પરંતુ કેટે એ ઓફર ઠુકરાવતાં હવે આ રોલ માટે દીપિકાને સાઈન કરવામાં આવી છે.
આ અગાઉ અયાન મુખરજીની રણબિર કપૂરને ચમકાવતી ફિલ્મ પણ પહેલાં કેટને ઓફર થઈ હતી, પણ હવે તેમાં દીપિકા છે. આ અગાઉ દીપિકા ‘રાણા’ ફિલ્મમાં પણ રજની સાથે ચમકવાની હતી, પરંતુ રજનીકાંતની નાદુરસ્ત તબિયતના કારણે શૂટિંગ પાછું ઠેલાયું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે દીપિકાએ અબ્બાસ-મસ્તાનની ફિલ્મ અચાનક જ છોડી દીધી તે પાછળ પણ રજનીકાંત સાથેની તેણે સાઈન કરેલી ફિલ્મ જવાબદાર હોય એમ લાગે છે. ‘રાણા’ના થોડાં દ્રશ્યોનું તેણે રજનીકાંત સાથે શૂટિંગ પણ કર્યું હતું.
રજનીકાંતે દીપિકાને ‘ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓ પૈકીની એક’ ગણાવી હતી.