કપલે જાતે દરેક બાળકના કમ્પ્યુટરમાં પોતાનું નામ બ્લોક કર્યું
હોલિવૂડના સ્ટાર કપલ એન્જેલિના જોલી અને બ્રાડ પિટે જણાવ્યું હતું કે તેમનાં બાળકોને ગૂગલ પર તેના વિશે કે તેની પાર્ટનર એન્જેલિના જોલી વિશે ગૂગલ પર સર્ચ કરવાની છૂટ નથી. 48 વર્ષીય પિટે જણાવ્યું હતું કે તેણે અને જોલીએ તેમનાં દરેક બાળકોનાં કમ્પ્યુટર તપાસ્યાં હતાં અને ગૂગલ સર્ચ પર પોતાનું અને જોલીનું નામ બ્લોક કરી દીધું હતું. જેથી, બાળકો તેમનાં આ સેલિબ્રિટી માતા-પિતા વિશેનાં લોકોના અભિપ્રાયો જાણી શકે નહીં.
પિટના જણાવ્યા પ્રમાણે, ‘અમારાં તમામ બાળકોનાં કમ્પ્યુટરમાં મારૂં અને એન્જેલિનાનું નામ બ્લોક કરી દીધું છે. બાળકો તેમના માતા-પિતા વિશે સર્ચ નથી કરી શકતાં.’
સાથે જ બ્રાડ પિટે એમ પણ જણાવ્યું હતું કે તે અને જોલી પણ કદી તેમનાં વિશે સર્ચ નથી કરતાં. પિટના કહેવા પ્રમાણે, ‘અમે એવી નકામી વાતો પર ધ્યાન નથી આપતાં.’