સલમાન ખાન - સલમાન ખાન અવાર-નવાર કોઈને કોઈની સાથે ઝઘડી પડે છે. ઓક્ટોબર 2004માં મુંબઈના પબમાં ફોટોગ્રાફર કેટરિનાનો ફોટો ક્લિક કરવા માંગતો હતો પરંતુ સલમાન સાથે તેનો ઝઘડો થયો હતો. આ સિવાય શાહરૂખ અને સલમાનની વચ્ચે કેટરિનાની જન્મદિવસની પાર્ટીમાં જોરદાર લડાઈ થઈ હતી. પાર્ટીમાં સલમાને શાહરૂખની મજાક ઉડાવી હતી, તો શાહરૂખે સલ્લુની એક્સ એશ પર કમેન્ટ કરી હતી અને પછી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આમિર, કેટરિના અને ગૌરીએ આ બંનેને અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો.પહેલી એપ્રિલ 2003ના રોજ વિવેક ઓબેરોયે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહ્યું હતું કે, સલ્લુએ તેને 41વાર ફોન કરીને હેરાન કર્યો છે. વિવેકે સલમાન પર આરોપ લગાવ્યો હતો કે, તેણે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. સલ્લુ અને વિવેકનો ઝઘડો દિવસો સુધી અખબારોમાં છવાયેલો રહ્યો હતો. સલમાને 24 જુલાઈ 2011ના રોજ સંજયની પત્ની માન્યતા દત્તની પાર્ટીમાં પણ ઝઘડો કર્યો હતો. બંટી વાલિયા સાથે લડાઈ કરી હતી.