Home » News » Bollywood Buzz » Bollywood Stars Who Slip Off Limelight

એકલતાએ લીધો પરવીનનો જીવ તો એક હિરો થઈ ગયો ગાંડો

divyabhaskar.com | Jan 17, 2013, 14:08PM IST

નામ, પૈસા અને પ્રસિદ્ધિ એક એવું કોકટેલ છે, જે રાતોરાત તમારી દુનિયા બદલી નાખે છે. જો તમે આ ચકાચૌંધભરેલી દુનિયામાં પોતાની જાતને સંભાળીને સફળ થાવ તો તમે જીવનભર તમારા સપનાઓને દુનિયાની હકીકતમાં બદલી નાખો છે.



ઘણાં જ બોલિવૂ સ્ટાર્સ આનું જીવતું જાગતું ઉદાહરણ છે. જેમની પાસે પહેલાં કંઈ જ નહોતું પણ મહેનતના દમ પર આગળ આવ્યાં છે. જોકે, આ દુનિયા જેટલી રંગીન દેખાય છે, તેટલી હકીકતમાં હોતી નથી.



અહીંયા માત્ર સફળ વ્યક્તિની જ પૂજા થાય છે. જે વ્યક્તિ નિષ્ફળ છે, તેનો કોઈ ભાવ પણ પૂછતું નથી. એક સમયના સફળ અને ગ્લેમરસ લોકો આજે ગુમનામીના અંધકારમાં ખોવાઈ ગયા છે. તેઓ અર્થથી લઈને ફર્શ પર પહોંચી ગયા છે. આટલી ખરાબ હાલત થતાં ઘણી સેલિબ્રિટી પાગલ બની જાય છે અથવા તો પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દે છે.



હાલમાં જ અંતરા માલીના પિતા અને જાણીતા ફોટોગ્રાફર જગદીશ માલીને મુંબઈના રસ્તાઓ પર ભીખ માંગતા જોવામાં આવ્યા હતા. મિંક બ્રાર નામની મોડલ ગરીબોને ધાબળાં આપતી હતી, તે સમયે તેણે જગદીશ માલીને ભીખારીઓની વચ્ચે જોયા. તેણે સલમાનને ફોન કર્યો અને સલમાને તેમના માટે ગાડી મોકલી હતી.



જગદીશ માનિસક રીતે ઠીક નથી. તેમણે ફાટેલાં કપડાં પહેર્યાં હતાં. તેમની આવી અવસ્થા જોઈને કહી શકાય કે તેમના કેટલાં ખરાબ દિવસો ચાલી રહ્યાં છે.



આજે બોલિવૂડના આવા જ કેટલાંક સ્ટાર્સની વાત કરીશું.....

 

Advertisement
Email Print Comment