‘દબંગ’, ‘સિંઘમ’ અને ‘ફોર્સ’ની સફળતાએ ચાતર્યો નવો ચીલો
બોલિવૂડમાં પહેલાં પોલીસ અધિકારીની ભૂમિકા ચરિત્ર ટાઇપની ગણાતી હતી. પરંતુ તાજેતરના વર્ષોમાં ‘દબંગ’ અને ‘સિંઘમ’એ પોલીસકેન્દ્રી ફિલ્મો માટે દરવાજા ખોલી નાંખ્યા છે.
અજય દેવગણે ‘સિંઘમ’ અને જ્હોન અબ્રાહમે ‘ફોર્સ’માં ભજવેલી પોલીસ અધિકારીની ભૂમિકાએ બોક્સ ઓફિસ છલકાવી દીધી હતી. આ જ લાઈન પર ટૂંક સમયમાં ‘તલાશ’, ‘મેક્સિમમ’, ‘જિલા ગાઝિયાબાદ’ અને ‘શૂટઆઉટ એડ વડાલા’ જેવી ફિલ્મો રજૂ થવાની છે, જે પરથી પોલીસકેન્દ્રી ફિલ્મોનો જમાનો આવ્યો હોય એમ લાગે છે.