બોલિવૂડ બાળાઓ પર સવાર થઈ સ્ટન્ટ દ્રશ્યો ભજવવાની ધૂન!
બોલિવૂડની ઝીરો ફિગર ધરાવતી અભિનેત્રીઓ ઉપર હવે સ્ટન્ટ દ્રશ્યો ભજવવાની ધૂન સવાર થઈ છે. તાજેતરમાં એવી ઘણી હિરોઈનો છે, જેમણે તેમની ફિલ્મોમાં સ્ટન્ટ સીન ભજવ્યા હોય. તેમના પર એક નજર કરીએ...
કેટરિના કૈફ – હાલ કેટરિના વિદેશમાં ‘એક થા ટાઇગર’નું શૂટિંગ કરી રહી છે. કહેવાય છે કે આ ફિલ્મમાં કેટે જીવસટોસટનાં દ્રશ્યો ભજવ્યાં છે અને આ સ્ટન્ટ દ્રશ્યો દરમિયાન તેનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સલમાન ખાન કેટરિનાનું પૂરતું ધ્યાન રાખતો હતો.
કરિના કપૂર – લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે, એ ફિલ્મ ‘એજન્ટ વિનોદ’માં સૈફ અને કરિના સાથે ચમકી રહ્યાં છે. પોતાના બોયફ્રેન્ડ સૈફને ઇમ્પ્રેસ કરવા માટે કરિનાએ પણ આ ફિલ્મમાં સ્ટન્ટનો સહારો લીધો છે.
પ્રિયંકા ચોપરા - ‘ડોન’માં સ્ટન્ટ દ્રશ્યો ભજવવા માટે પ્રિયંકાએ શૂટિંગ પહેલાં ખાસ્સી તાલીમ લીધી હતી. ‘ખતરોં કે ખિલાડી’ શોની તે હોસ્ટ પણ બની હતી.
દીપિકા પદૂકોણ – ફિલ્મ ‘ચાંદની ચૌક ટુ ચાઈના’ના સ્ટન્ટ સીન માટે દીપિકાએ માર્શલ આર્ટની સ્પેશ્યલ તાલીમ લીધી હતી.
સોનમ કપૂર – તાજેતરમાં જ આવેલી ફિલ્મ ‘પ્લેયર્સ’માં સોનમે કાર ચેઝના સ્ટન્ટ દ્રશ્યો ભજવ્યાં હતાં.