Home » News » Bollywood Buzz » Bollywood And South Beauties At CCL Calender

બોલિવૂડ-સાઉથ હસીનાઓની અદાઓથી CCL કેલેન્ડર બને છે હોટ

divyabhaskar.com | Feb 09, 2013, 13:06PM IST

સેલિબ્રિટી ક્રિકેટ લીગ(CCL) 3ની શરૂઆત જવા થઇ રહી છે.જેની ઓપનીંગ સેરેમની 9 ફેબ્રુઆરીનાં રોજ કોચ્ચીમાં યોજાશે.આ લીગનો ઉદ્દઘાટન મેચ કેરાલા સ્ટ્રાઇકર્સ અને મુંબઇ હિરોઝ વચ્ચે જવાહર લાલ નહેરૂ સ્ટેડિયમ ખાતે રમાશે.ભારતમાં પ્રથમવાર ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી(તમિલ,તેલુગુ અને કન્નડ)નાં અભિનેતાઓ એક સાથે ક્રિકેટ રમતાં નજરે પડશે.બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં અભિનેતાઓ વચ્ચે ટ્વેન્ટી-20 ફોર્મેટનાં મેચ રમાશે.સેલિબ્રિટી ક્રિકેટ લીગ સીઝન-3માં મુંબઇ હિરોઝ,ચેન્નઇ રાઇનોસ,બંગાળી ટાઇગર્સ,તેલુગુ વોરિયર્સ, કર્ણાટકા બુલોજર્સ, ભોજપુરી દબંગ્સ, વીર મરાઠી અને કેરાલા સ્ટ્રાઇકર્સ નામની કુલ 8 ટીમો ભાગ લઇ રહી છે.આ ક્રિકેટ લીગને ચર્ચામાં લાવવા માટે સાઉથ અને બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓની પણ મદદ લેવામાં આવી છે.આ લીગ સાથે સંકળાયેલી દરેક અભિનેત્રીને એક ટીમની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે.તે સિવાય તેની પાસે CCL કેલેન્ડર માટે બોલ્ડ ફોટોશૂટ પણ કરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં  હસીનાઓએ આ કેલેન્ડર માટે આપેલા પોઝ પર કરો એક નજર...

 

Advertisement
Email Print Comment