બિપાશા પોતાના પ્રેમી સાથે એક બેડરૂમના ફ્લેટમાં રહેતી હતી
બિપાશા બાસુ, મિલિંદ સોમણ અને દીપનીતા શર્મા ફરી પાછા ભેગા થઈ ગયા છે. આ ત્રણેય જણા ફિલ્મ 'જોડી બ્રેકર્સ'ના સેટ પર ભેગા થયા હતા.
આ ફિલ્મમાં આ ત્રણેય સાથે જોવા મળશે. આ ફિલ્મના દિગ્દર્શક અશ્વિની ચૌધરી છે.
ઉલ્લેખનીય છે કે, એક બેડરૂમના ફ્લેટમાં બિપાશા, મિલિંદ અને દીપનીતા સાથે રહેતા હતા. તેઓની વચ્ચે પ્રણય ત્રિકોણ રચાયો હતો. પહેલા બિપાશાના મિલિંદ સાથે સંબંધો હતા પછીથી તેમની વચ્ચે બ્રેક અપ થઈ ગયું હતું.
નવાઈની વાત એ છે કે, દીપનીતાએ મિલિંદ અને બિપાશા સાથે હજી પણ સંબંધો રાખ્યા છે અને હવે તેઓ આ ફિલ્મમાં સાથે આવી રહ્યા છે.