Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

બિપ્સે ખોલ્યું રહસ્ય, આખરે કેમ કિસ કરવી પસંદ નથી?

Source: divyabhaskar.com   |   Last Updated 10:19 AM (22/12/2011)
 
 
 
 
 

બોલિવૂડની સેક્સ સિમ્બોલ બિપાશા બાસુ દિવ્યભાસ્કર ડોટ કોમની મુંબઈ ઓફિસે આવી હતી. બિપાશા પોતાની આગામી ફિલ્મ ‘પ્લેયર્સ’ના પ્રમોશન અર્થે આવી હતી. બિપાશા ઘણી જ હોટ લાગી રહી હતી. બિપાશાએ ફિલ્મ સિવાય નાનપણના તોફાનોની વાત પણ મસ્તીભર્યા મૂડમાં જણાવી હતી. બિપાશાએ ફિલ્મના શૂટિંગ વખતે ઘણી જ ધમાલ કરી હતી.

બિપાશા સાથે થયેલી વાત-ચીતના મુખ્ય અંશો.....

- ફિલ્મ ‘પ્લેયર્સ’માં તારા રોલ અંગે જણાવ

આ ફિલ્મમાં મેં પાર્ટ ટાઈમ ઓટો મોબાઈલ છે. અત્યાર સુધી મેન વીથ મશીન જોવા મળે છે પરંતુ આ ફિલ્મમાં હું મશીન સાથે જોવા મળીશ. રિયા ઘણી જ સુંદર લાગે છે અને જ્યાં અન્ય લોકોનું કંઈ ચાલતું નથી ત્યાં રિયાનો જાદુ ચાલી જાય છે.

- અભિષેક સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

તે ઘણો જ હોટ એન્ડ સ્ટાઈલશિ છે. તેની સાથે ઘણી જ મસ્તી ધમાલ કરી હતી.

- સોનમ કપૂર સાથે કામ કરવાની કેવી મજા આવી?

માત્ર સોનમ જ નહીં પણ ફિલ્મની આખી કાસ્ટ અને ક્રૂ સાથે કામ કરવાનો અનુભવ રસપ્રદ રહ્યો હતો. ફિલ્મમાં કોઈ જાતની સ્પર્ધા જોવા મળી નહીં.

- દિવ્યભાસ્કર.કોમ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં વાચકોને પૂછવામાં આવ્યું હતું કે, તેઓને ‘જીસ્મ’ની સોનિયા, ‘કોર્પોરેટ’ની નિશગિંધા, ‘ઓમકારા’ની બિલ્લો કે પછી ‘રાઝ’ની સંજના પસંદ આવી હતી. ૭૮ ટકા વાચકોને સોનિયા પસંદ આવી છે. આ અંગે તારે શું કહેવું છે?

મેં બધા જ અલગ અલગ પાત્રો ભજવ્યા છે. મને ‘બચના ઓ હસીના’ પણ ગમે છે.

- ફિલ્મ ‘પ્લેયર્સ’ની યુએસપી શું છે?

 અબ્બાસ-મસ્તાન. તે ઘણાં જ સ્ટાઈલિશ છે. આ ફિલ્મ તદ્દન પૈસા વસૂલ ફિલ્મ છે. ફિલ્મનું શૂટિંગ રશિયા, ન્યૂઝીલેન્ડ, ગોવામાં થયું છે, આ લોકેશન્સના તમામ દ્રશ્યો સુંદર રીતે કેમેરામાં કંડારવામાં આવ્યા છે.

- ઠંડીમાં તે હોટનેસ કઈ રીતે મેનેજ કરી હતી?

મારા બિકીની સીન્સ વખતે તો ઘણી જ ઠંડી હતી. બધા જ લોકો સ્વેટર પહેરીને ફરતા હતા. મેં બિકીની પહેરી હતી અને મને બહુ જ ઠંડી લાગતી હતી. શોટ જેવો પૂરો થાય કે, એક વ્યક્તિ મારા માટે ધાબળો લઈને ઉભી જ હોય અને હું તરત જ તે ઓઢી લેતી હતી. ઠંડીમાં સાચે જ મુશ્કેલીથી બિકીની પહેરી હતી.

- કઈ ભૂમિકા ભજવવાની ઈચ્છા છે?

‘મિલિયન ડોલર બેબી’ જેવી ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા છે. આમાં ફિઝીકલ અને ઈમોશન્સ બંને પર ભાર મૂકવામાં આવ્યો છે.

- તને શા માટે કિસિંગ સીન્સ અઘરા લાગે છે?

લવ મેકિંગ સીન્સ ઘણાં જ સરળ હોય છે. તેમાં લોકોને ના દેખાય તે રીતે અમે લોન્ગ ડ્રેસ પહેર્યા હોય છે. આ દ્રશ્યોમાં અમારે કંઈ ખાસ કરવાનું રહેતું નથી. જ્યારે કિસિંગ સીન્સથી ઘણો જ ડર લાગે છે. આજે કિસિંગ સીન્સ જરૂરી થઈ ગયા છે પણ અંગત રીતે મને આનાથી બહુ જ ડર લાગે છે.

- તુ ફિટ રહેવા માટે શું કરે છે?

સવારે કે રાત્રે વર્ક આઉટ કરું છું. અન્ય લોકો માટે વર્ક આઉટ ઘણું જ મુશ્કેલ હોય છે પરંતુ મારા માટે તો એક મજા હોય છે. ફિટ રહેવા માટે પોતાની જાતની સંભાળ રાખવી પડે છે.

- તને નાનપણમાં શા માટે ‘ગુંડી’ કહેતા હતા?

નાનપણમાં હું ઘણી જ તોફાની હતી. એકદમ નોટી અને ગોલમોલ હતી. ઉંચા છોકરાઓના વાળ પકડીને તેમની પર ચડી જતી હતી. તેઓને બચકા પણ ભરતી અને જરૂર પડે તો મારી પણ દેતી. બધા છોકરાઓ મારાથી ઘણાં જ ડરતા હતા. તોફાની હોવાને કારણે મને લોકો ‘ગુંડી’ જ કહેતા હતા.

- આજકાલ ચોરીની થીમ પર ઘણી જ ફિલ્મો બને છે, તો તારી ફિલ્મ ‘પ્લેયર્સ’ કઈ રીતે જુદી છે?

માણસો પાસે ૧૦-૧૨ ઈમોજન્સ જ છે. એટલે તેઓનું રીપિટેશન તો થવાનું તે નક્કી છે. સ્ટોરી અને સબ્જેકટ એક હોય શકે છે પરંતુ તેને કહેવાની રીત અલગ હોય છે. ધ વે ઓફ પ્રેઝેન્ટેશન અલગ હોય છે.

- કઈ વસ્તુઓ વગર તું ઘરની બહાર નીકળતી નથી?

મોબાઈલ, પૈસા કારણ કે મારી વસ્તુઓનું બિલ અન્ય કોઈ આપે તે પસંદ નથી. એલેગ્રા દવા. મને ગમે ત્યારે એલર્જી થઈ જાય છે.

- ‘પ્લેયર્સ’ ના સેટ પર કેવી મસ્તી ધમાલ કરી હતી?

ઘણી જ. અબ્બાસ મસ્તાન ઘણી વાર અમારા તોફાનોથી થાકી જતા હતા પણ અમે મસ્તી જ કરતા હતા. અભિષેક તો સ્કૂલનો ફ્રેન્ડ હોય તે રીતે અમે મળતા હતા. બાળકોની જેમ અમે ઘણી જ મારા-મારી કરતા હતા.

- ફિલ્મની વન લાઈન થીમ

ગો ફોર ગોલ્ડ.

- ફિલ્મમાં અસલી પ્લેયર્સ કોણ છે?

અમે બધા જ

- જન્મદિવસ કઈ રીતે ઉજવે છે?

હું મારો જન્મદિવસ એક મહિના સુધી ઉજવું છું. મને ફુગ્ગા, ગીફ્ટ, રીટર્ન ગીફ્ટ ઘણી જ પસંદ છે. મારા અંગત મિત્રો સાથે જન્મદિવસ ઉજવવાની મજા આવે છે. કેક કાપવી મને ખૂબ જ ગમે છે.

- કોઈ સેક્સ સિમ્બોલ કહે તો કેવી લાગણી થાય છે?

સામેવાળી વ્યક્તિ કઈ રીતે બોલે છે, તેના પર આધાર છે.

 

 Related Articles:


બિપાશા બાસુ પ્રેમી રાણાને મળવા હૈદરાબાદ દોડી
જ્હોનના વર્તનથી બિપાશા થઈ ગઈ ઠંડીગાર...!
બિપાશા અને રાણા ખુલ્લેઆમ માણી રહ્યા છે તેમની 'ખાસ મિત્રતા'
લાલ રંગની બિકીનીમાં બિપાશા હોટ લાગે છે કે નહીં!?
ફરીથી બિકીનીમાં ધૂમ મચાવશે બ્લેક બ્યૂટિ બિપાશા!!!
તસવીરોમાં જુઓ બિપાશા-માધવનની સુપરકૂલ કેમિસ્ટ્રિ
સોનમ-બિપાશા વચ્ચે વધી રહેલી અજબ દોસ્તીની ગજબ કહાની
શું બિપાશા પોતાના પૂર્વ પ્રેમી ડિનો પાસે પાછી ફરી?
divyabhaskar.comમાં આવશે બિપાશા, પુછો તમારા સવાલ

 



 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 2

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.