‘શૂટઆઉટ એટ વડાલા’ના એક રોલ માટે પોતાનો સંપર્ક સાધવામાં આવ્યો હોવાની અફવા ફેલાવવાનો આરોપ મૂકાયો છે, તેના સંદર્ભમાં અસીને આખરે મૌન તોડ્યું છે. અસીનનો દાવો છે કે બાલાજી મોશન પિક્ચર્સની સ્વાતિ શેટ્ટીએ આ ફિલ્મ માટે તેની સાથે ઘણી વખત ચર્ચાઓ કરી હતી.
અસીને પોતે શું કામ એ ઓફર ઠુકરાવી દીધી તે વિશે વાતો ફેલાવી રહી છે. ત્યારે બીજી તરફ નિર્માત્રી એક્તા કપૂર અને ડિરેક્ટર સંજય ગુપ્તાએ અસીનના દાવાને પોકળ ગણાવ્યો છે અને જાહેરાત કરી છે કે તેમની ફર્સ્ટ ચોઈસ વિદ્યા બાલન હતી, પરંતુ પછીથી તેના સ્થાને કંગના રાણાવતને લેવામાં આવી હતી.
પરંતુ, અસીને પોતાનું રટણ ચાલુ રાખતાં કહ્યું હતું કે, ‘ફિલ્મમાં કામ કરવા માટે ઘણી વખત મારો સંપર્ક સાધવામાં આવ્યો હતો. મને સમજાતું નથી કે એક્તા-સંજય શા માટે આવું વિચિત્ર વર્તન કરી રહ્યાં છે.’
‘શૂટઆઉટ એટ વડાલા’ એ મુંબઈ પોલીસના સૌપ્રથમ ઓફિશિયલ એન્કાઉન્ટરની સત્યઘટના પર આધારિત છે, જેમાં ગેંગસ્ટર માન્યા સૂર્વે મરાયો હતો.