Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

એવી ગિફ્ટ્સ, જે બનાવશે વેલેન્ટાઈન્સ ડેને યાદગાર!

Source: divyabhaskar.com   |   Last Updated 5:23 PM (11/02/2012)
 
 
 
 

જરા હટકે ગિફ્ટ આપીને કરો પ્રેમની અભિવ્યક્તિ!

આ વખતે વેલેન્ટાઇન્સ ડે પર શું ગિફ્ટ કરવાનાં છો તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને? નથી નક્કી કર્યું? વાંધો નહીં, જો તમે જરા હટકે ટાઈપની ગિફ્ટ આપવા માંગતા હોવ, તો અમે તમને કેટલીક ગિફ્ટ્સ સજેસ્ટ કરીએ છીએ. તમે ઈચ્છો તો એ ગિફ્ટ આપીને તમારા વેલેન્ટાઇનને રીઝવી શકો છો, પણ હા, ગિફ્ટ આપતાં પહેલાં તેની પસંદ-નાપસંદ જરૂર જાણી લેજો. અહીં એ ગિફ્ટ્સની તસવીરો આપી છે, જોઈ લો અને ગિફ્ટ નક્કી કરી લો...
 

જો તમે ગોલ્ડ હાર્ટ પેન્ડન્ટ આપવાના હોવ, તો પછી પેન્ડન્ટનું સિલેક્શન ધ્યાનથી કરજો. સિલ્વર પેન્ડન્ટ પણ આપી શકાય.
 

પ્રેમની અભિવ્યક્તિમાં સંદર્ભનું હોવું જરૂરી છે. તમે તમારી ગર્લફ્રેન્ડ પર કાર્ડ ફેંકશો, તો તે એનો અવળો અર્થ નીકાળશે. પણ એ કાર્ડ વાસ્તવમાં ફ્રિઝબી હોય તો? બિચ પર કે પાર્કમાં કે પછી ફ્રેન્ડ્ઝ સાથે ફ્રિઝબી રમતાં હશો, ત્યારે તમારા માટે આ ગિફ્ટ ઘણી જ યાદગાર બની રહેશે.
 

શરીરના ઈચ્છો તે ભાગ પર ટેટૂ ચિતરાવી શકો છો. એનાથી તમારો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાચે જ આશ્ચર્ય પામશે. ટેમ્પરરી ટેટૂ એટલું મોંઘું પણ નથી હોતું.
 

હેન્ડબેગ ગિફ્ટ કરીને પણ તમે તમારી ગર્લફ્રેન્ડને ખુશ કરી શકો છો. તમારી આપેલી બેગની ગિફ્ટ એ તેની ફ્રેન્ડ્ઝને ખુશ થઈને બતાવશે, ત્યારે તેના ચહેરા પરની રોનક જોવા જેવી હશે.
 

ટેડી બેઅર વેલેન્ટાઇન્સ ડે માટેની પોપ્યુલર ગિફ્ટ છે. બોયફ્રેન્ડ હોય કે ગર્લફ્રેન્ડ, બંનેને આ ગિફ્ટ ચોક્કસ ગમશે જ.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 6

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.